Budget 2021: કરદાતાઓ માટે કરવામાં આવી આ 5 મોટી જાહેરાત, જેનો મળશે તમને સીધો લાભ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કર્યું છે. આવામાં જણાવી દઈએ કે નવા બજેટથી સામાન્ય માણસને કયા મોટા પાંચ ફાયદા થવા જઈ રહ્યા છે.


નાણાં પ્રધાને જાહેરાત કરી છે કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને હવે રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. આ જાહેરાતનો ફાયદો એમને જ મળશે જેની આવક પેન્શનથી છે. જોકે આ ઇન્કમમાં જાતે જ ટેક્સ કાપવામાં આવશે.

નાણામંત્રીએ બજેટમાં ડિવિડન્ડને ટીડીએસની બહાર રાખ્યું છે. જેનાથી શેરમાં રોકાણ કરનારાઓને ફાયદો થશે. શેરમાં રોકાણ બાદ લગાવવામાં આવતા ડિવિડન્ડ ટેક્સમાંથી હવે મુક્તિ આપવામાં આવી છે. આમાં કંપની તરફથી કાપવામાં આવેલા ટેક્સના પૈસા તમને આપવામાં આવશે.

હવે આઈટીઆર ભરવામાં ફાયદો થશે. નાણાં પ્રધાને કહ્યું, 'કરદાતાઓની સુવિધા માટે આઇટીઆર ભરતી વખતે, પગાર, આવક, કર ચૂકવણીની માહિતી, ટીડીએસની જાણકારી અગાઉથી ભરેલી હોય છે. હવે તેને વધુ સરળ બનાવવામાં આવ્યું છે. આ બાદ સિક્યોરિટીઝમાંથી મૂડી લાભ, બેંક-પોસ્ટ ઓફિસમાંથી મળેલા ડિવિડન્ડ આવક અને વ્યાજની અગાઉથી જ ભરેલી આવશે." આવી સ્થિતિમાં લોકોને ટેક્સ ભરવામાં સરળતા રહેશે.

સરકારે હોમ લોનના વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની છૂટ લંબાવવામાં આવી છે. જો તમે હોમ લોન લો છો, તો તમને હોમ લોનના વ્યાજ પર દોઢ લાખ સુધીની ટેક્સ છૂટ મળશે. જો તમે માર્ચ 2022 સુધીમાં ઘર ખરીદો છો તો તમને લોન પર આ સુવિધા મળશે. આને કારણે હોમ લોન લેનારા લોકોને ટેક્સમાં લાભ મળશે.

હજી સુધી નાની શાળાઓ અને હોસ્પિટલો ચલાવતા લોકોને 1 કરોડ સુધીની ટર્નઓવરમાં મુક્તિ મળતી હતી. જે વધારીને 5 કરોડ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઘણાબધાને લાભ થશે.
Latest News Updates

































































