Tiger Is Back : ‘ટાઇગર 3’ નું શૂટિંગ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા સલમાન ખાન, હવે Bigg Boss 15 માં મચાવશે ધમાલ
સલમાન ખાન (Salman Khan) તેની આગામી ફિલ્મ ટાઈગર 3 (Tiger 3) ના શૂટિંગ માટે વિદેશ ગયા હતા. હવે તે શૂટિંગ બાદ ભારત પરત ફર્યા છે.

બોલિવૂડના ભાઈજાન તેમની આગામી ફિલ્મ ટાઈગર 3 માં વ્યસ્ત છે. તેઓ ટાઇગર 3 ના શૂટિંગ માટે વિદેશ ગયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે કેટરીના કૈફ અને ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સલમાન ખાન ફિલ્મના શૂટિંગ બાદ આજે મુંબઈ પરત ફર્યા છે. તે આજે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સલમાન ખાનનો લુક તેમના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તસ્વીરોમાં સલમાન ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. ફોટામાં, તે બ્લુ ડેનિમ સાથે બ્લેક ટી-શર્ટ અને તેની સાથે બ્લુ શર્ટ પહેરેલા જોવા મળે છે.

ફોટામાં સલમાન ખાન બ્લેક કલરની કેપ પહેરેલા જોવા મળી રહ્યા છે. આ કેપ તેમના દેખાવને કોમ્પ્લીમેન્ટ કરી રહી છે. તેમણે બ્લેક કલરનો માસ્ક પણ પહેર્યો છે.

સલમાન ખાન ટૂંક સમયમાં રિયાલિટી શો બિગ બોસ 15 ને હોસ્ટ કરતા જોવા મળશે. આ શો 2 ઓક્ટોબરથી ટીવી પર શરૂ થવા જઈ રહ્યો છે.

સલમાન ખાનના શોની ચાહકો દર વર્ષે આતુરતાથી રાહ જુએ છે. શોના ઘણા પ્રોમો પણ બહાર પાડવામાં આવ્યા છે અને કેટલાક સ્પર્ધકોના નામ સામે આવ્યા છે.