Gujarati News
Election Results 2022 LIVE
Uttarakhand (UK) Vidhan Sabha Election Result 2022
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી(Assembly Election)માં, ભાજપે સતત બીજી વખત રાજ્યમાં 70 માંથી 47 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો હતો, પરંતુ વિજયની આગેવાની કરનાર ધામી પોતે ખટીમા સામે હારી ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહીત અનેક મહાનુભાવની ઉપસ્થિતિમાં, સતપાલ મહારાજ, ધન સિંહ રાવત, સુબોધ ઉનિયાલ, ગણેશ જોશી, રેખા આર્ય અને પ્રેમચંદ અગ્રવાલે પણ પુષ્કર સિંહ ધામીની સાથે મંત્રીમંડળના સભ્ય તરીકે શપથ લીધા હતા.
ભાજપ સંસદીય બોર્ડે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની વિધાનસભાઓમાં વિધાનમંડળ પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો અને સહ-નિરીક્ષકોની નિમણૂક કરી છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સિતારમણ, નરેન્દ્રસિંહ તોમરનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું કે પ્રીતમે એકદમ સચોટ વાત કહી કે જ્યાં સુધી તમે 5 વર્ષ સુધી કોઈ ક્ષેત્રમાં કામ ન કરો ત્યાં સુધી ચૂંટણી લડવા માટે તમારે ત્યાં પહોંચવું જોઈએ નહીં.
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. રાજ્યના ચૂંટણી પ્રભારી અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીના માથે પણ ભાજપની જીતનો આધાર બંધાયેલો છે. એવું માનવામાં આવે છે કે પ્રહલાદ જોશીની વ્યૂહરચના અને વિપરીત સમયમાં પાર્ટી સંગઠનને એકજૂટ રાખવાની નીતિઓએ ચૂંટણીમાં ભાજપનો રસ્તો સરળ બનાવ્યો હતો.
Lalkuwa election result 2022: ઉત્તરાખંડ કોંગ્રેસે છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારો બદલી નાખ્યા અને આ બેઠક પરથી ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતને મેદાનમાં ઉતારવામાં આવ્યા. જો કોંગ્રેસ પાર્ટી રાજ્યની ચૂંટણી જીતે તો રાવત સરકારનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે.
દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. ભાજપ અને કોંગ્રેસે અહીં ઘણી પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે.
Assembly Election Results 2022 : ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું પ્રારંભિક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. સીએમ પદ માટે દાવેદાર કેટલાક ઉમેદવારો આગળ છે તો કેટલાક પાછળ છે.
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યા છે.ત્યારે જાણો કે શરૂઆતના વલણોમાં કઈ રાજકીય પાર્ટી આગળ ચાલી રહી છે.