ભાજપે ચાર રાજ્યોમાં CM બનાવવા કેન્દ્રીય નિરીક્ષકોની કરી નિમણૂક, UPમાં અમિત શાહ અને ઉત્તરાખંડમાં રાજનાથ સિંહને સોંપાઈ જવાબદારી
ભાજપ સંસદીય બોર્ડે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની વિધાનસભાઓમાં વિધાનમંડળ પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો અને સહ-નિરીક્ષકોની નિમણૂક કરી છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સિતારમણ, નરેન્દ્રસિંહ તોમરનો સમાવેશ થાય છે.
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ, બીજેપી સંસદીય બોર્ડે મોટો નિર્ણય લીધો છે. સંસદીય બોર્ડે (BJP Parliamentary Board) ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની વિધાનસભાઓમાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો અને સહ-નિરીક્ષકોની નિમણૂક કરી છે. ગૃહમંત્રી અમિત શાહને (Home Minister Amit Shah) ઉત્તરપ્રદેશ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને (Rajnath Singh) ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન અને મંત્રી મંડળની રચનાની જવાબાદારી સોપવામાં આવી છે.
અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવર દાસને ઉત્તર પ્રદેશના નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે રાજનાથ સિંહ અને કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીને ઉત્તરાખંડના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજુને મણિપુર માટે નિરીક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે. જયારે, કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી પ્રધાન એલ મુરુગનને ગોવા માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
BJP Parliamentary Board has appointed central observers & co-observers for the election of the leader of the legislative party in Uttar Pradesh, Uttarakhand, Manipur & Goa Assembly pic.twitter.com/OHN9aqwO75
— ANI (@ANI) March 14, 2022
એવુ માનવામાં આવી રહ્યુ છે કે હોળી પછી યુપીમાં સરકાર બનાવાશે. આ ક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી આવ્યા હતા. તેઓ દિલ્હીમાં વડાપ્રધાન મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહીત અન્ય નેતાઓને મળ્યા હતા. યુપીમાં યોગી આદિત્યનાથની નવી સરકારની રચનાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે યોગી કેબિનેટમાં જે કોઈ ચહેરાઓને સામેલ કરવામાં આવશે તેના નામ પર મંથન થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઉતરપ્રદેશમાં ભાજપે સાથી પક્ષો સાથે મળીને 403 વિધાનસભા બેઠકોમાંથી 273 બેઠકો જીતી છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 111 બેઠકો મળી છે. બીજી તરફ ઉત્તરાખંડમાં ભાજપે 70 વિધાનસભા બેઠકોમાંથી 47 બેઠકો જીતી લીધી છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસને 19 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. બીજી તરફ ગોવામાં 40 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 20 બેઠકો મળી છે. ભાજપે મણિપુરની 60 વિધાનસભા બેઠકોમાંથી 32 બેઠકો જીતી છે.
આ પણ વાંચોઃ