Gujarati News
Election Results 2022 LIVE
Punjab (PB) Vidhan Sabha Election Result 2022
INC | Chamkaur Sahib
SAD | Lambi
AAP | Dhuri
INC | Amritsar East
PLC | Patiala
SAD | Jalalabad
INC | Dera Baba Nanak
INC | Lehra
પંજાબના સીએમએ નિર્ણય લીધો છે કે ધારાસભ્યો અને સાંસદોને હવે માત્ર એક ટર્મ માટે પેન્શન આપવામાં આવશે, પછી ભલે તેઓ કેટલી વાર ચૂંટણી જીત્યા હોય.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે રાજ્યમાં ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં કામ કરતા 35 હજાર હંગામી કર્મચારીઓને કામયી કરવામાં આવશે.
સીએમ ભગવંત માને સોમવારે વિવિધ ખાતાઓની ફાળવણી કરી છે. જેમાં સીએમ ભગવંત માને પોતે ગૃહ મંત્રાલય રાખ્યું છે અને હરપાલ ચીમાને રાજ્યના નાણા મંત્રાલયની જવાબદારી સોપી છે.
રાઘવ ચઢ્ઢા સંસદના ઉપલા ગૃહમાં સૌથી યુવા સભ્ય હશે. તેની ઉંમર 33 વર્ષ હોવાનું કહેવાય છે. જો કે, રાઘવ ચઢ્ઢા પહેલા આંતરરાષ્ટ્રીયસ્તરના ખેલાડી, રાજ્યસભામાં નાની વયના સાંસદ રહી ચૂક્યા છે. જાણો રાધવ ચઢ્ઢા પહેલા કોણ હતા નાની વયના યુવા સાંસદ ?
પંજાબની 5 રાજ્યસભા બેઠકો માટે આજે છેલ્લો દિવસ છે, પંજાબમાં 31 માર્ચે રાજ્યસભા માટે ચૂંટણી યોજાવાની છે, 5 સાંસદોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. એવા પણ સમાચાર છે કે અશોક મિત્તલ પણ પંજાબથી રાજ્યસભામાં જઈ શકે છે.
Punjab Cabinet Expansion Ceremony: પંજાબમાં શનિવારે સવારે 11 વાગ્યે કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને તે પછી તરત જ બપોરે 12:30 વાગ્યે કેબિનેટની પહેલી બેઠક પણ યોજાશે.
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને પંજાબ પ્રદેશ સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની માહિતી આપી છે. સિદ્ધુએ લખ્યું, 'મેં કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડની ઈચ્છા મુજબ કર્યું છે.'
ભગવંત માન 16 માર્ચે નવાંશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતના એક દિવસ પછી, આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ચહેરા ભગવંત માન દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું.