સુથારના દીકરાએ સર્જ્યો ‘આતંક’, 32 બોલમાં 1 રન આપીને ઝડપી 7 વિકેટ, જુઓ વીડિયો

બોલરો દ્વારા નાખવામાં આવેલા સૌથી યાદગાર સ્પેલ વિશે ક્રિકેટ ઈતિહાસમાં અનેક રેકોર્ડ અને કિસ્સાઓ નોંધાયેલા છે. પરંતુ, 6 ફૂટ 7 ઈંચ ઊંચા વેસ્ટ ઈન્ડિઝના આ બોલરે 1992-93માં ઓસ્ટ્રેલિયા સામે જે કર્યું તે ક્રિકેટ ફેન્સ ક્યારેય નહીં ભૂલી શકે.

સુથારના દીકરાએ સર્જ્યો 'આતંક', 32 બોલમાં 1 રન આપીને ઝડપી 7 વિકેટ, જુઓ વીડિયો
Curtly Ambrose
Follow Us:
| Updated on: Jan 30, 2024 | 9:01 AM

ક્રિકેટમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમને આ રમત સાથે પહેલા કોઈ જ લેવાદેવા ન હતી. છતાં તેમણે આ રમતમાં બાદમાં પોતાની છાપ છોડી હતી. કેટલાકે બેટથી આવું કર્યું તો કેટલાકે બોલની મદદથી પોતાનું નામ બનાવ્યું. વેસ્ટ ઈન્ડિઝનો 6 ફૂટ 7 ઈંચ ઊંચો કર્ટલી એમ્બ્રોસ આ મામલે બીજી કેટેગરીમાં આવે છે. દમદાર રેકોર્ડ ધરાવતા આ બોલરનો ઓસ્ટ્રેલિયામાં એક બોલિંગ સ્પેલ આજે પણ કોઈ ભૂલી શક્યું નથી.

ટેસ્ટ ઈતિહાસનો શ્રેષ્ઠ બોલિંગ સ્પેલ

પોતાની ધારદાર બોલિંગના આધારે કર્ટલી એમ્બ્રોસે આ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા તેનો ખતરનાક બોલિંગ સ્પેલ આજસુધી કોઈ ક્રિકેટ ફેન ભૂલી શક્યા નથી. એમ્બ્રોસે તે સ્પેલ નાખ્યાને હવે 31 વર્ષ થઈ ગયા છે, જે ટેસ્ટ ઈતિહાસના શ્રેષ્ઠ સ્પેલ્સમાંથી એક ગણાય છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

એમ્બ્રોસે ઓસ્ટ્રેલિયામાં મચાવ્યો આતંક

કર્ટલી એમ્બ્રોસે માત્ર 32 બોલમાં 1 રન આપીને ઓસ્ટ્રેલિયાની 7 વિકેટ ઝડપી હતી. 30 જાન્યુઆરીથી શરૂ થયેલી તે ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 2 વિકેટે 85 રન બનાવ્યા બાદ સારી સ્થિતિમાં હતી. પરંતુ, તે પછી એમ્બ્રોસ બોલિંગ કરવા આવ્યો અને આખી બાજી જ પલટાઈ ગઈ હતી.

32 બોલ, 1 રન, 7 વિકેટ

કર્ટલી એમ્બ્રોસના તે 32 બોલે મેચનું પરિણામ જ બદલી નાખ્યું. તેણે 32 બોલના ગાળામાં એક પછી એક વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાની બેટિંગને વેરવિખેર કરી નાખી. ફ્રન્ટ ફૂટ પર રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ બેક ફૂટ પર આવી ગઈ અને પરિણામ એ આવ્યું કે આખી ટીમ 119 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. 8 ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ માત્ર 34 રનમાં વિકેટ ગુમાવી હતી. જેમાં એમ્બ્રોસે માત્ર 1 રન આપીને 7 વિકેટ લીધી હતી.

એમ્બ્રોસનો ઓસ્ટ્રેલિયામાં મેજિકલ સ્પેલ

30 જાન્યુઆરી 1993ના રોજ એમ્બ્રોસ દ્વારા બોલ કરવામાં આવેલા તે સ્પેલ પછી, વેસ્ટ ઈન્ડિઝની ટીમે ફરી એકવાર પર્થ ટેસ્ટમાં પ્રભુત્વ જમાવ્યું અને જીત મેળવી. બાદમાં વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટમાં એક દાવ અને 25 રનથી હરાવ્યું હતું, જેનો હીરો એમ્બ્રોસ હતો.

સુથારના પુત્રનો ક્રિકેટમાં વાગ્યો ડંકો

તેમાં કોઈ શંકા નથી કે કર્ટલી એમ્બ્રોસે વિશ્વ ક્રિકેટમાં લાંબુ અંતર કાપ્યું છે. પરંતુ, તેણે જ્યાંથી આ સફર શરૂ કરી હતી તે જગ્યાને જોઈને કોઈ કહી શકે નહીં કે એક દિવસ તે ક્રિકેટમાં આટલી પ્રસિદ્ધિ મેળવશે. એમ્બ્રોસ એક સુથારનો પુત્ર હતો. 7 ભાઈ-બહેનોમાં તે માતા-પિતાનું ચોથું સંતાન હતો. ઘરમાં ક્રિકેટનું વાતાવરણ ન હતું, સિવાય કે તેની માતા ક્રિકેટની ચાહક હતી.

20 વર્ષની ઉંમરે પદાર્પણ કર્યું

કર્ટલી એમ્બ્રોસની મનપસંદ રમત બાસ્કેટબોલ હતી. આ માટે તે અમેરિકા પણ શિફ્ટ થવાનો હતો. જો કે આ દરમિયાન તે ક્રિકેટ સાથે પણ જોડાયેલો રહ્યો. પછી તેની માતાએ તેને પ્રોત્સાહન આપ્યું અને આ ક્રિકેટમાં તેની રુચિ વધુ વધી. 20 વર્ષની ઉંમરે તેણે ક્લબ કક્ષાએ રમવાનું શરૂ કર્યું. 1985-86માં ફર્સ્ટ ક્લાસમાં પદાર્પણ કર્યા બાદ, વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પ્રવેશ કર્યો.

આ પણ વાંચો : આઈસ સ્પીડ સ્કેટિંગમાં ભારતનો વાગ્યો ડંકો, યુવા સ્કેટરે મેડલ જીતી રચ્યો ઈતિહાસ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">