પંજાબમાં 35,000 હંગામી કર્મચારીઓને કાયમી કરાશે, ગ્રુપ C અને D ના કર્મચારીઓ માટે CM ભગવંત માનની મોટી જાહેરાત

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે રાજ્યમાં ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં કામ કરતા 35 હજાર હંગામી કર્મચારીઓને કામયી કરવામાં આવશે.

પંજાબમાં 35,000 હંગામી કર્મચારીઓને કાયમી કરાશે, ગ્રુપ C અને D ના કર્મચારીઓ માટે CM ભગવંત માનની મોટી જાહેરાત
Punjab CM Bhagwant Mann (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 4:06 PM

પંજાબમાં (Punjab) મુખ્યમંત્રી બનતાની સાથે જ ભગવંત માન (Bhagwant Mann) એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. સીએમ ભગવંત માને મંગળવારે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી (AAP) સરકારે પંજાબના ગ્રુપ સી અને ગ્રુપ ડીના લગભગ 35 હજાર હંગામી કર્મચારીઓને કાયમી નોકરી આપવાની જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે રાજ્યમાં ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં કામ કરતા આશરે 35 હજાર હંગામી કર્મચારીઓને કન્ફર્મ કરવામાં આવશે. સીએમ માને રાજ્યના મુખ્ય સચિવને સૂચના આપી છે કે આગામી વિધાનસભા સત્ર પહેલા આ બિલનો ડ્રાફ્ટ બનાવીને તેમને સોંપવામાં આવે. રાજ્યમાં સરકાર બની ત્યારથી ભગવંત માન એક્શનમાં જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા મળી છે. પાર્ટીએ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન હંગામી કર્મચારીઓનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ અગાઉની કોંગ્રેસ સરકારને ઘેરી હતી. AAP દ્વારા મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે ભગવંત માનને આગળ મૂકવામાં આવ્યાના થોડા દિવસો પછી, માને જાહેરાત કરી હતી કે જો AAP પંજાબ રાજ્યમાં સરકાર બનાવશે તો પંજાબના અસ્થાયી કર્મચારીઓને કાયમી નોકરીઓ આપવામાં આવશે. આ રીતે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભગવંત માને ફરી એકવાર રાજ્યની જનતાને આપેલું વચન પૂરું કર્યું છે.

પંજાબમાં 25,000 સરકારી જગ્યાઓ ભરવાની મંજૂરી

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને શનિવારે તેમની કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા પ્રથમ નિર્ણયના ભાગરૂપે, પોલીસ વિભાગમાં 10,000 સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી 25,000 જેટલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી હતી. માને તેમની કેબિનેટની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કર્યા પછી એક વીડિયો સંદેશમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નોકરીઓ માટે જાહેરાત અને સૂચનાની પ્રક્રિયા એક મહિનામાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “આગામી દિવસોમાં અમે અમારી બાકીના વચનો (ચૂંટણીના વચનો) પણ પૂર્ણ કરીશું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

માને કહ્યું હતું કે પંજાબ પોલીસ વિભાગમાં 10,000 જગ્યાઓ ભરવામાં આવશે અને બાકીની જગ્યાઓ વિવિધ વિભાગો, બોર્ડ અને નિગમોમાં હશે. તેમણે કહ્યું કે યોગ્યતાના આધારે નોકરીઓ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ત્યાં કોઈ ભેદભાવ, કોઈ ભલામણ કે કોઈ લાંચ નહીં હોય, એમ આદમી પાર્ટી (AAP) એ તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જોરથી બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોમવારે, મુખ્યમંત્રી ભગવંત માને તેમની કેબિનેટના મંત્રીઓ વચ્ચે વિભાગની વહેંચણી કરી.

આ પણ વાંચોઃ

અખિલેશ યાદવ અને આઝમખાને સાંસદ તરીકે આપ્યા રાજીનામા, હવે પ્રદેશમાં કરશે રાજનીતિ

આ પણ વાંચોઃ

Sainik School: CM કેજરીવાલનો નિર્ણય, સૈનિક સ્કૂલનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે

g clip-path="url(#clip0_868_265)">