પંજાબમાં પ્રધાનોને કરાઈ ખાતાઓની ફાળવણી, ભગવંત માને પોતાની પાસે રાખ્યુ ગૃહ, જાણો કોને કયુ ખાતુ ફાળવ્યું
સીએમ ભગવંત માને સોમવારે વિવિધ ખાતાઓની ફાળવણી કરી છે. જેમાં સીએમ ભગવંત માને પોતે ગૃહ મંત્રાલય રાખ્યું છે અને હરપાલ ચીમાને રાજ્યના નાણા મંત્રાલયની જવાબદારી સોપી છે.
પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માનની (Bhagwant Mann) કેબિનેટમાં એક મહિલા સહિત 10 આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન, સોમવારે તેમણે ખાતાઓની ફાળવણી કરી છે, જેમાં મુખ્યમંત્રીએ પોતે ગૃહ મંત્રાલય રાખ્યું છે અને હરપાલ ચીમાને રાજ્યનું નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. હવે તેઓ પંજાબનું નાણાકીય વર્ષ 2022-23નુ બજેટ રજૂ કરશે. આ સિવાય મહત્વપૂર્ણ શિક્ષણ મંત્રાલય મીત હાયર પાસે રહેશે અને તેઓ શિક્ષણ મંત્રી બનશે. ડો.વિજય સિંઘલાને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
હરજોત બેન્સ કાયદા અને પર્યટન મંત્રી હશે. સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ બલજીત કૌર પાસે રહેશે. હરભજન સિંહને ઊર્જા પ્રધાન બનાવવામાં આવ્યા છે. લાલ ચંદને અન્ન અને પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો છે. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલય કુલદીપ સિંહ ધાલીવાલ પાસે રહેશે. લાલજીત સિંહ ભુલ્લરને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે. બ્રહ્મા શંકર પાસે પાણીની સાથે આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલય પણ હશે.
AAPના બે વખતના ધારાસભ્ય કુલતાર સિંહ સંધવાનને સોમવારે 16મી પંજાબ વિધાનસભાના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભગવંત માને સોમવારે ગૃહમાં કુલતાર સિંહ સંધવાનના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. માને સંધવાનને વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે અધ્યક્ષને ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની મંજૂરી આપવા વિનંતી પણ કરી હતી.
AAPના દસ ધારાસભ્યોએ શનિવારે પંજાબના મંત્રી તરીકે શપથ લીધા. જેમાં હરપાલ સિંહ ચીમા, હરભજન સિંહ, ડૉ. વિજય સિંગલા, લાલ ચંદ, ગુરમીત સિંહ મીત હેર, કુલદીપ સિંહ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રહ્મ શંકર, હરજોત સિંહ બૈન્સ અને ડૉ. બલજીત કૌરનો સમાવેશ થાય છે. આ પહેલા ભગવંત માને સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાનમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
પંજાબમાં AAPને 92 બેઠકો મળી છે
કેબિનેટમાં માલવાના પાંચ, માઝાના ચાર અને દોઆબા ક્ષેત્રના એક ધારાસભ્યને પ્રતિનિધિત્વ આપ્યું છે. તેમાં ચાર એવા ધારાસભ્યોને સમાવી લેવામાં આવ્યા છે. જેઓ અનામત કક્ષાની દિરબા, જંડિયાલા, મલોટ અને ભોઆના મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય ચાર જાટ શીખ અને બે હિન્દુ છે. જો કે, AAP ધારાસભ્યો જેમણે કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ, SADના પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલ અને પંજાબના લોક કોંગ્રેસના વડા અમરિન્દર સિંહ સહિતના હેવીવેઇટ્સને હરાવ્યા હતા તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. આમ આદમી પાર્ટીએ 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ-બહુજન સમાજ પાર્ટી ગઠબંધન અને ભારતીય જનતા પાર્ટી-પંજાબ લોક કોંગ્રેસ-એસએડી (યુનાઈટેડ) ગઠબંધનને હરાવીને 92 બેઠકો મેળવી.
આ પણ વાંચોઃ
Manipur : એન બિરેન સિંહ બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી બન્યા, ઈમ્ફાલમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા
આ પણ વાંચોઃ