
યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. તેમનું પૂરું નામ અજય સિંહ બિષ્ટ છે. યોગીનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના પંચુર ગામમાં થયો હતો. તેઓ ગઢવાલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. આ સમય દરમિયાન તેઓ ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા.
1993માં યોગી આદિત્યનાથ, ગોરખનાથ પીઠના મહંત અવૈદ્યનાથના સંપર્કમાં આવ્યા હતા. થોડા સમય પછી તેમણે માત્ર 21 વર્ષની ઉંમરે, મહંત અવૈદ્યનાથ પાસેથી દીક્ષા લીધી. તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુ બન્યા. દીક્ષા લીધા પછી તેમના મૂળ નામ અજય સિંહ બિષ્ટથી બદલીને યોગી આદિત્યનાથ થઈ ગયું.
થોડા સમય પછી, મહંત અવૈદ્યનાથે યોગી આદિત્યનાથને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા. 1998માં, યોગીએ ભાજપની ટિકિટ પર ગોરખપુરથી લોકસભાની ચૂંટણી લડી અને જીતીને લોકસભા પહોંચ્યા. તે સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી.
યોગી આદિત્યનાથ ગોરખપુરથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે હિંદુ યુવા વાહિની પણ બનાવી. વર્ષ 2017 માં ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી અને પાર્ટીએ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા. આ પછી, 2022 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને સફળતા મળી અને યોગી આદિત્યનાથ ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા.
નમાઝ પઢવા માટે ઇદગાહ અને મસ્જિદ છે, રસ્તો નહીં – હિન્દુઓ પાસેથી ધાર્મિક શિસ્ત શીખો: યોગી આદિત્યનાથ- જુઓ Video
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સ્થળોએ નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. તેમણે વકફ (સુધારા) બિલને ટેકો આપ્યો, વકફ મિલકતોના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, આ બિલ સુધારા અને પારદર્શિતાને લક્ષ્ય રાખે છે. યોગીએ ધાર્મિક શિસ્ત અને કાયદાનું સમાન પાલન પર ભાર મૂક્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 1, 2025
- 2:36 pm