AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિન-મુસ્લિમ છોકરીઓનું ધર્મપરિવર્તન કરનાર છાંગુરની આલિશાન હવેલી પર ચાલ્યું યોગીનુ બુલડોઝર

ઉત્તર પ્રદેશના ચર્ચાસ્પદ બનેલા ધર્મપરિવર્તન કેસના મુખ્ય આરોપી જમાલુદ્દીન ઉર્ફે છાંગુરની આલિશાન હવેલી ઉપર આજે યોગી આદિત્યનાથનું બુલડોઝર ચાલ્યું છે. છાંગુરના પરિવારજનોએ, વહીવટીતંત્રના લોકો હવેલીમાં ના આવે તે માટે લોખંડના મોટા દરવાજા ઉપર તાળુ મારી દીધુ હતું. બુલડોઝર લઈને આવેલ વહીવટીતંત્રના લોકોએ ગેસ કટરથી તાળુ તોડીને હવેલીમાં ઘૂસ્યા હતા અને પછી ગેરકાયદેસર હવેલી ઉપર બુલડોઝર ચલાવ્યું હતું.

બિન-મુસ્લિમ છોકરીઓનું ધર્મપરિવર્તન કરનાર છાંગુરની આલિશાન હવેલી પર ચાલ્યું યોગીનુ બુલડોઝર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2025 | 1:14 PM
Share

આજે મંગળવારે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં ધર્માંતરણ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના મુખ્ય સૂત્રધાર જમાલુદ્દીન ઉર્ફે છાંગુરની માધુપુર સ્થિત વૈભવી હવેલી પર બુલડોઝર ચાલ્યું હતું. ઉતર પ્રદેશની વહીવટી ટીમે હવેલીને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી.

આ પહેલા મોટી માત્રામાં પોલીસ દળ અને વહીવટી અધિકારીઓ છાંગુરના નિવાસસ્થાને પહોંચ્યા. જરૂરી કાનુની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, બે બુલડોઝર બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, ઘરનો દરવાજો ખુલવામાં આવ્યો નહોતો. પોલીસે દરવાજો કાપવા માટે ગેસ કટર મંગાવ્યુ. આ પછી, ટીમ અને બુલડોઝર ગેટનું તાળું કાપીને ઘરમાં પ્રવેશ્યા હતા.

ઘરમાં રહેતા લોકોને બહાર નીકળવા આદેશ

ઉતર પ્રદેશના સર્કલ ઓફીસર ઉત્તરૌલા રાઘવેન્દ્ર સિંહે, આરોપીના ગેરકાયદે હવેલીનું નિરીક્ષણ કર્યું. બાંધકામ તોડી પાડવાનું કામ ડાબી બાજુથી શરૂ કરવા જણાવ્યું હતું. ગેટની જમણી બાજુએ બે માળની ઇમારતમાં કેટલાક લોકો રહેતા હતા. તેમને ઘરની બહાર નીકળ જવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. બુલડોઝરની કાર્યવાહી શરૂ થતાં જ સ્થળ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ.

આ પહેલા, ઉતર પ્રદેશના વહીવટી ટીમ, ગઈકાલ સોમવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ પોલીસ ફોર્સ સાથે છાગુરની હવેલી પહોંચી હતી અને ગેટ પર હવેલી ખાલી કરાવવાની નોટિસ ચોંટાડી દીધી હતી. ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ અવધેશ રાજ સિંહે જણાવ્યું હતું કે, હવેલીને ખાલી કરાવવાની નોટિસ પાઠવ્યા બાદ માધપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

નોટિસ સામે વિરોધ

પ્રશાસનની કાર્યવાહી બાદ, છાંગુરની વૈભવી હવેલીમા રહેતા લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો. છાંગુરની પુત્રવધૂ સાબીરા પહેલીવાર બહાર આવી અને વહીવટીતંત્ર પર આરોપ લગાવ્યો કે બાળકો પોલીસ કાર્યવાહીથી ડરી ગયા છે. કેસના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરે કહ્યું કે આ આરોપ બનાવટી છે.

શીખ અને સિંધી સમુદાય ભરાયો ગુસ્સે

રાજ્યમાં બિન-મુસ્લિમ છોકરીઓને લાલચ આપીને ધર્માંતરણ સામે શીખ અને સિંધી સમુદાયના લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. સમુદાયના લોકોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે માંગ કરી છે કે આવા નાપાક પ્રયાસો કરનારાઓને ઓળખી કાઢે અને તેમની સામે કડક કાર્યવાહી કરે. તેમણે ધર્માંતરણનું કાવતરું ઘડનારા ગુનેગારોને મૃત્યુદંડની માંગ કરી છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">