સદીઓની વેદનાનો આજે આવ્યો અંત, અયોધ્યા રામમંદિરેથી બોલ્યા પીએમ મોદી- ધર્મ ધ્વજાના પુનઃસ્થાપનનો સંકલ્પ પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજા ફરકાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે સનાતનીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. સદીઓથી ચાલી આવતી વેદનાનો અંત આવ્યો છે. સદીઓથી ધર્મ ધ્વજાને પુનઃસ્થાપન કરવાનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અભિજિત મુહૂર્ત દરમિયાન અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજ લહેરાવ્યો હતો.

અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજ ફરકાવવાની સાથે સનાતનીઓ માટે આજનો ઐતિહાસિક દિવસ બન્યો બન્યો.

પીએમ મોદીએ કહ્યું કે, આજે અયોધ્યા શહેર, ભારતની સાંસ્કૃતિનું સાક્ષી બની રહ્યું છે. દરેક રામ ભક્તના હૃદયમાં અપાર સંતોષ અને અલૌકિક આનંદ છે.

સદીઓથી ચાલી આવતી કારમી વેદનાનો આજે અંત આવી રહ્યો છે. તેમ જણાવીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ધર્મધ્વજા ફરકાવવાનો સદીઓ જૂનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.

વડાપ્રધાને એમ પણ કહ્યું કે, ધર્મ ધ્વજાની પુનઃસ્થાપના કરવાનો જે સંકલ્પ લીધો હતો તે ક્યારેય ડગમગ્યો નથી, ક્યારેય તૂટ્યો નથી, તે આજે પૂર્ણ થયો છે.

રામ મંદિર પર લહેરાતા ધર્મ ધ્વજ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૂર્ય વંશના પ્રતીક, ભગવા રંગની સ્થાપના થઈ છે. આ ધર્મ ધ્વજા લહેરાતી થતા, જે લોકો કોઈ કારણોસર મંદિરે નથી આવતા પણ દુરથી તેને નમન કરે છે તેમને પણ રામલલ્લાના દર્શન કર્યા જેટલું જ પુણ્ય મળે છે.
અયોધ્યાના રામ મંદિરને લગતા તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો.