AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બાંકે બિહારી મંદિરમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ સલીમ અહમદને આપતા સાધુ-સંતો રોષે ભરાયા, CM સુધી પહોંચી વાત 

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં સ્ટીલ રેલિંગના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ સર્જાયો છે. મુસ્લિમ પેઢીને કામ અપાતા સાધુ-સંતોમાં ભારે રોષ છે.

Breaking News : બાંકે બિહારી મંદિરમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ સલીમ અહમદને આપતા સાધુ-સંતો રોષે ભરાયા, CM સુધી પહોંચી વાત 
| Updated on: Feb 03, 2026 | 8:03 PM
Share

વૃંદાવનના પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં સ્ટીલ રેલિંગ લગાવવાના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ ઊભો થયો છે. મુસ્લિમ પેઢીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા બ્રજભૂમિમાં સાધુ-સંતો અને ધાર્મિક સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સાધુઓ અને સંતોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી છે.

વિવાદનું કેન્દ્ર એ છે કે બાંકે બિહારી મંદિર પરિસરમાં સ્ટીલ રેલિંગ લગાવવાનો કોન્ટ્રાક્ટ ‘કનિકા કન્સ્ટ્રક્શન’ નામની પેઢીને આપવામાં આવ્યો છે, જેનું નામ સલીમ અહેમદ સાથે જોડાયેલું હોવાનું કહેવામાં આવે છે. સાધુઓનું કહેવું છે કે આ નિર્ણય સનાતન પરંપરાઓ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. તેઓનું માનવું છે કે મંદિર જેવા પવિત્ર સ્થળે આવા કોન્ટ્રાક્ટ હિંદુ કોન્ટ્રાક્ટરોને જ આપવામાં જોઈએ.

શ્રી કૃષ્ણે રાસલીલા અને બાળલીલાઓ કરી હતી

શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ ફલાહારી મહારાજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે જે સ્થળે ભગવાન શ્રી કૃષ્ણે રાસલીલા અને બાળલીલાઓ કરી હતી, ત્યાં એવા લોકોની હાજરી બ્રજવાસીઓ સ્વીકારશે નહીં. તેમણે દાવો કર્યો કે આ નિર્ણયથી ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે અને સનાતન સમાજમાં ભારે અસંતોષ છે.

ફલાહારી મહારાજે પોતાના પત્રમાં વધુમાં લખ્યું છે કે સનાતન ધર્મના વિરોધી ગણાતા લોકોને મંદિર પરિસરની નજીક પણ આવવાની મંજૂરી ન આપવી જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે બ્રજભૂમિમાં હજારો સનાતન ધર્મી કોન્ટ્રાક્ટરો ઉપલબ્ધ છે, તો પછી આવા વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટ શા માટે આપવામાં આવ્યા. તેમણે સમગ્ર મામલાની તપાસ કરી કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ પણ કરી છે.

આ તરફ જિલ્લા વહીવટીતંત્રે વિવાદ પર સ્પષ્ટતા કરી છે. એડીએમ પંકજ વર્માએ જણાવ્યું છે કે આ રેલિંગ મંદિરના નાણાંમાંથી નહીં, પરંતુ તે બેંકો દ્વારા લગાવવામાં આવી રહી છે, જ્યાં મંદિરની રકમ જમા છે. બેંકો દ્વારા CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડ હેઠળ આ કામ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ક્વોટેશન પ્રક્રિયા બાદ બેંકો દ્વારા ‘કનિકા કન્સ્ટ્રક્શન’ની પસંદગી કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ સંસ્થા રંજન નામના વ્યક્તિ દ્વારા સંચાલિત થાય છે અને મંદિર પરિસરમાં ચાલતું કામ ફિલ્ડ મેનેજર રૂપેશ શર્માની દેખરેખ હેઠળ પૂર્ણ થઈ રહ્યું છે. પ્રશાસન મુજબ રેલિંગનું કામ હવે લગભગ પૂર્ણતાની કગાર પર છે.

₹50માં જ રાષ્ટ્રપતિ ભવનની અંદર જઈને જોઇ શકાશે ભારતના લોકશાહીનો જાદુ

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">