AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન સામેના યુદ્ધ વચ્ચે લખનૌ બનશે ભારતનું નવું ડિફેન્સ હબ, બ્રહ્મોસ મિસાઇલ પ્લાન્ટ સ્થપાશે

ભારત-પાકિસ્તાન તણાવમાં વધારો થવા છતાં બ્રહ્મોસ મિસાઇલ પ્લાન્ટનું ઉત્પાદન તૈયાર કરવામાં આવશે. વિશ્વની સૌથી શક્તિશાળી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ, બ્રહ્મોસનું ઉત્પાદન ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શરૂ થવાનું છે.

પાકિસ્તાન સામેના યુદ્ધ વચ્ચે લખનૌ બનશે ભારતનું નવું ડિફેન્સ હબ, બ્રહ્મોસ મિસાઇલ પ્લાન્ટ સ્થપાશે
| Updated on: May 08, 2025 | 6:41 PM
Share

ભારત-પાકિસ્તાન તણાવમાં વધારો થવા છતાં બ્રહ્મોસ મિસાઇલ પ્લાન્ટનું ઉત્પાદન તૈયાર કરવામાં આવશે. વિશ્વની સૌથી શક્તિશાળી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ, બ્રહ્મોસનું ઉત્પાદન ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શરૂ થવાનું છે. આ પગલું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મહત્વાકાંક્ષી સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર હેઠળ આવે છે, જેમાં લખનૌ નોડ આ રાષ્ટ્રીય સુરક્ષા પહેલમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

11 મેના રોજ બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન એકમનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે. 300 કરોડ રૂપિયાના રોકાણ સાથે બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા સ્થાપિત આ એકમ સંરક્ષણમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું છે. ડિસેમ્બર 2021માં યોગી સરકારે 80 હેક્ટર જમીન મફતમાં આપી હતી. માત્ર 3.5 વર્ષમાં બાંધકામથી લઈને ઉત્પાદન સુધીનું કામ પૂરું કરીને રાજ્યએ પોતાની મજબૂત નિષ્ઠા બતાવી છે.

ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના ACEO શ્રી હરિ પ્રતાપ શાહીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે CM યોગીના વિઝન હેઠળ બ્રહ્મોસ પ્રોજેક્ટ માટે મફત જમીન જ નહીં પણ તેની પ્રગતિનું નજીકથી નિરીક્ષણ કરેલું છે.

નવી રોજગારીની તકો

રાજ્યમાં આ પ્રકારનું પ્રથમ હાઇ-ટેક યુનિટ હશે. જે એરોસ્પેસ ઉદ્યોગને વિકસાવવામાં અને ઉત્તર પ્રદેશમાં આધુનિક ઉત્પાદન તકનીકો લાવવામાં મદદ કરશે. બ્રહ્મોસ પ્રોજેક્ટ શરૂ થતાં યુપીની હાલની એરોસ્પેસ કંપનીઓને તેમના અનુભવના આધારે ઘણી નવી તકો મળશે સાથે જ મશીનરી અને ટેસ્ટિંગ માટે નવી ટેકનોલોજી પણ લાવવામાં આવશે. આ પ્રોજેક્ટ રોજગારીનું સર્જન કરશે. લગભગ 500 ઇજનેરો અને ટેકનિશિયનોને સીધી રોજગારી મળશે. આ ઉપરાંત હજારો સામાન્ય કામદારોને પણ રોજગારીની તકો મળશે.

ઉલ્લેખનીય છે કે, બ્રહ્મોસ એરોસ્પેસ ભારત સરકારના DRDO (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન) અને રશિયન ફેડરેશન સરકારના ‘JSC’ ‘MIC’ NPO Mashinostroyenia (NPOM) વચ્ચે સંયુક્ત સાહસ તરીકે બનાવવામાં આવ્યું હતું. ‘બ્રહ્મોસ’ નામ બે પ્રખ્યાત નદીઓ પરથી પડેલું છે. જેમાં બ્રહ્મપુત્ર અને મોસ્ક્વાનો સમાવેશ થાય છે.

ભારતીય અને રશિયન ઇન્ડસ્ટ્રીનું મુખ્ય યોગદાન

બ્રહ્મોસ એરોસ્પેસની સ્થાપના 50.5% ભારતીય અને 49.5% રશિયન માલિકી સાથે કરવામાં આવી હતી. બ્રહ્મોસ એરોસ્પેસ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલની ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ માટે જવાબદાર છે, જેમાં ભારતીય અને રશિયન ઇન્ડસ્ટ્રીનું મુખ્ય યોગદાન છે.

લખનૌ ડિફેન્સ પ્રોડક્શનમાં એક નવું હબ બની રહ્યું છે

બ્રહ્મોસ મિસાઇલ પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. સાથે જ ઉત્તર પ્રદેશ સરકારે ડિફેન્સ કોરિડોર હેઠળ બીજી 12 કંપનીઓને પણ કુલ 117.35 હેક્ટર જમીન આપી છે. એમાંથી એરોલોય ટેક્નોલોજીને 20 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે, જ્યાં 320 કરોડ રૂપિયાનું કામ પ્રથમ તબક્કે પૂરું થઈ ચૂક્યું છે. આ કંપનીના ભાગો ભારતના મિશન ચંદ્રયાન અને ફાઇટર પ્લેન્સમાં પણ વપરાય છે.

આ ડિફેન્સ પ્રોજેક્ટ્સ 3,000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. લખનૌ હવે દારૂગોળા, મિસાઇલ સિસ્ટમ્સ, પેકેજિંગ, ડ્રોન અને નાના હથિયાર બનાવવાનું મોટું કેન્દ્ર બનશે. આથી ઉત્તર પ્રદેશને વૈશ્વિક લેવલે સારી ઓળખ મળશે અને ભારતનું આત્મનિર્ભર લક્ષ્ય પણ વધારે મજબૂત બનશે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
g clip-path="url(#clip0_868_265)">