મેસ્સીના ‘GOAT India’ પ્રવાસ દરમિયાન સ્ટેડિયમમાં હોબાળો, જુઓ Video
લિયોનેલ મેસ્સીના 'GOAT India' પ્રવાસ દરમિયાન કોલકાતામાં ભારે હોબાળો સર્જાયો. સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેસ્સીને જોવા ઉમટેલા ચાહકો નબળી વ્યવસ્થા અને મેસ્સીના વહેલા નીકળી જવાના કારણે ગુસ્સે ભરાયા.

લિયોનેલ મેસ્સીના ‘GOAT India’ પ્રવાસ દરમિયાન કોલકાતામાં મોટો હોબાળો સર્જાયો. આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજને જોવા માટે ઉમટેલા ચાહકો સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભડકી ઉઠ્યા હતા. સ્ટેડિયમમાં નબળી વ્યવસ્થા અને મેસ્સીના મેદાનમાંથી વહેલા નીકળવાના કારણે પરિસ્થિતિ તંગ બની હતી, જેના પરિણામે રોષ અને અફરાતફરી ફેલાઈ ગઈ.
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ત્રણ દિવસની ભારત મુલાકાતે છે. યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેઓ ‘GOAT India’ કાર્યક્રમ હેઠળ ભારત આવ્યા છે અને તેમનો પ્રવાસ કોલકાતાથી શરૂ થયો હતો. સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેસ્સીની એક ઝલક જોવા માટે ચાહકો સવારથી જ ઉમટી પડ્યા હતા, પરંતુ કાર્યક્રમ દરમિયાન અચાનક પરિસ્થિતિ બગડી ગઈ.
બેરિકેડ અને સ્ટેન્ડ પર ચઢવાનો પ્રયાસ
સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ વ્યવસ્થાની ખામીઓના કારણે તેમનો ગુસ્સો બહાર આવી ગયો. મેસ્સીની એક ઝલક મેળવવા માટે કેટલાક ચાહકો સ્ટેડિયમના બેરિકેડ અને સ્ટેન્ડ પર ચઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. પરિસ્થિતિ બગડતાં કેટલાક ચાહકો ગુસ્સામાં ખુરશીઓ તોડવા લાગ્યા અને પાણીની બોટલો મેદાનમાં ફેંકી.
#WATCH | Kolkata, West Bengal: Angry fans threw bottles and chairs from the stands at Kolkata’s Salt Lake Stadium
Star footballer Lionel Messi has left the Salt Lake Stadium in Kolkata.
More details awaited. pic.twitter.com/mcxi6YROyr
— ANI (@ANI) December 13, 2025
અહેવાલો અનુસાર, ચાહકોનો મુખ્ય ગુસ્સો સ્ટેડિયમમાં સુરક્ષા અને આયોજનની નબળી વ્યવસ્થાને લઈને હતો. ઉપરાંત, લિયોનેલ મેસ્સી મેદાનમાં માત્ર થોડા સમય માટે જ હાજર રહ્યા હોવાથી પણ ચાહકો નારાજ થયા હતા. કહેવાય છે કે મેસ્સી VIP મહેમાનો સાથે 10 મિનિટથી પણ ઓછા સમય માટે સ્ટેડિયમમાં રહ્યા અને ત્યારબાદ સ્થળ છોડ્યું.
ચાહકો બેરિકેડ તોડીને મેદાન તરફ ધસી આવ્યા
પરિસ્થિતિ બગડતાં સુરક્ષા દળોને તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો. કાર્યક્રમ આગળ નહીં વધે તેવી જાણ થતાં જ સમગ્ર સ્ટેડિયમમાં બૂમાબૂમ અને રોષનો માહોલ સર્જાયો. ગુસ્સે ભરાયેલા ચાહકો બેરિકેડ તોડીને મેદાન તરફ ધસી આવ્યા અને કેટલાક સ્થળે બાર પોસ્ટને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું.
Angry fans vandalising and throwing bottles at the Salt Lake Stadium in Kolkata.
– They’re unhappy as Messi just visited for 10 minutes and they couldn’t even see him properly. pic.twitter.com/aTu0xVETge
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 13, 2025
મેસ્સીની એક ઝલક જોવા માટે ઘણા ચાહકો 2,000 થી 10,000 રૂપિયા સુધીનો ખર્ચ કરીને સ્ટેડિયમ પહોંચ્યા હતા. જોકે, તેમને સ્ટાર ખેલાડીને નજીકથી જોવા ન મળતા નિરાશા અને ગુસ્સો વધુ વધી ગયો. આ ઘટનાએ આયોજકોની વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ટીમ ઈન્ડિયાની હાર બાદ હાર્દિક પંડ્યા-ગૌતમ ગંભીર ઝઘડ્યા ? વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ !
