AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધને પગલે દેશમાં સર્જાયેલ ગેસની અછત નિવારવા રિલાયન્સ રિફાઈનરી 24 કલાક ધમધમશે, કેજી ડી-6 બેઝિનમાંથી ગેસ પૂરવઠો પુરો પડાશે

યુદ્ધની સ્થિતમાં ધીમે ધીમે વર્તાઈ રહેલ અસરથી લોકોને રાહત આપવા માટે સરકારે બેઠક ઉપર બેઠક યોજી છે. કેટલાક વિશેષ પગલાંઓ પણ લીધા છે. ખાસ કરીને ઘરેલુ ગેસ પુરવઠો ખોરવાય નહીં તે માટે સરકારી અને ખાનગી ઉદ્યોગોને પણ કેટલાક દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. 

યુદ્ધને પગલે દેશમાં સર્જાયેલ ગેસની અછત નિવારવા રિલાયન્સ રિફાઈનરી 24 કલાક ધમધમશે, કેજી ડી-6 બેઝિનમાંથી ગેસ પૂરવઠો પુરો પડાશે
શુક્રવારે સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ખુલાસો કર્યો કે ક્વાર્ટરમાં કંપનીનો ઓપરેટિંગ આવક 12.5% ​​વધીને ₹38,259 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2024-25 ના સમાન ક્વાર્ટરમાં ₹39,853 કરોડ હતો. રિલાયન્સ જિયોનું સંચાલન કરતી આ કંપની માટે સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા (ARPU) માં પણ વધારો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, 2025-26 ના ચોથા ક્વાર્ટરમાં, તે 3.8% વધીને ₹214 થયો છે, જે 2024-25 ના સમાન ક્વાર્ટરમાં ₹206.2 હતો.(ફોટો ક્રેડિટ-Google)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2026 | 2:02 PM
Share

ઈરાન અને ઈઝરાયેલ તથા અમેરિકા વચ્ચે છેલ્લા 12 દિવસથી ચાલતા યુદ્ધને પગલે, હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઊભા થયેલા સંકટને કારણે ઓઈલ અને ગેસનો વૈશ્વિક પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. 12 દિવસના યુદ્ધની અસર હવે ભારતના વિવિધ ક્ષેત્ર ઉપર પડી રહી છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે લોકોની હાડમારી ઓછી થાય તે માટે ખાનગી ગેસ ઉત્પાદકોને તેમનુ ઉત્પાદન કાર્ય વધારવા માટે કહ્યું છે. જેને લઈને રિલાયન્સ રિફાઈનરી તેના કૃષ્ણા ગોદાવરીના ડી-6 બેઝિનમાંથી એલપીજી ગેસ મેળવવા માટે 24 કલાક ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

યુદ્ધની સ્થિતમાં ધીમે ધીમે વર્તાઈ રહેલ અસરથી લોકોને રાહત આપવા માટે સરકારે બેઠક ઉપર બેઠક યોજી છે. કેટલાક વિશેષ પગલાંઓ પણ લીધા છે. ખાસ કરીને ઘરેલુ ગેસ પુરવઠો ખોરવાય નહીં તે માટે સરકારી અને ખાનગી ઉદ્યોગોને પણ કેટલાક દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.

યુદ્ધને પગલે, વૈશ્વિક ઊર્જા બજારોમાં ગેસ-ઈંધણનો પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. જેના કારણે એક પ્રકારની અસ્થિરતા જોવા મળી રહી છે. આવા સમયે ભારતીય પરિવારો માટે આવશ્યક ઈંધણ-ગેસની આપૂર્તી સતત થતી રહે તે દરેક ખાનગી અને સરકારી ગેસ અને ઈંધણ ઉત્પાદક કંપનીઓ માટે રાષ્ટ્રીય પ્રાથમિકતા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ, સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં આવેલા વિશ્વના સૌથી મોટા સંકલિત રિફાઇનિંગ હબ – રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાંથી એલ.પી.જી.નું ઉત્પાદન વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટીમો રિફાઇનરીની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અને એલ.પી.જી.ના ઉત્પાદનમાં વધારો કરવા માટે ચોવીસે કલાક કામ કરી રહી છે, જેથી સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર અને ભરોસાપાત્ર રહે.

આ ઉપરાંત રિલાયન્સે રાષ્ટ્રીય ઊર્જાની પ્રાથમિકતા અને સરકારી માર્ગદર્શિકાને અનુરૂપ કે.જી. ડી-6 બેઝિનમાંથી ઉત્પાદિત કુદરતી ગેસને પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોનાં જરૂરી પુરવઠાને પહોંચી વળવા માટે આપવામાં આવશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક યાદીમાં જણાવ્યું છે કે, રિલાયન્સ માટે ભારતની ઊર્જા સુરક્ષા અને કરોડો ભારતીય પરિવારોનું કલ્યાણ હંમેશા સર્વોપરી રહ્યું છે. અમે ભારત સરકાર સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખીશું અને તમામ રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ તથા ફાળવણીની પ્રાથમિકતાઓનું સંપૂર્ણપણે પાલન કરીશું જેથી ઊર્જા પુરવઠો સૌથી વધારે જરૂરીયાત ધરાવતા ક્ષેત્રો અને સમુદાયો સુધી પહોંચે.

હંમેશની જેમ રાષ્ટ્રની જરૂરિયાતના સમયે રિલાયન્સ મજબૂતીથી તેની સાથે ઊભું રહેશે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં અમે ભારતની ઊર્જા સુરક્ષાને સહાયરૂપ બનવા અને દેશ માટે આવશ્યક ઈંધણનો વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને 4500 થી 5000 નું કરોડનું નુકશાન

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">