AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War Breaking News : મા મને કોઠીમાંથી કાઢ જેવો અમેરિકાનો ઘાટ, ઈરાન સામે યુદ્ધમાં અટવાઈ ગયેલા ટ્રમ્પે હવે નાટો દેશને આપી ધમકી

Strait of Hormuz Crisis: ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજની અવર જવર પર લાદેલા પ્રતિબંધની અસર, અમેરિકા સહીત સમગ્ર વિશ્વમાં વત્તાઓછા અંશે જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા તેલ અને ગેસની કટોકટરી સર્જાઈ છે. પરિણામે તેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઈરાનની લશ્કરી તાકાતની નબળી અને ક્ષતિગ્રસ્ત કરી દીધી હોવાનું ભારપૂર્વક જણાવીને, યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાટો દેશોને લશ્કરી હસ્તક્ષેપ માટે અપીલ કરી છે જો તેઓ મદદ નહીં કરે તો ભવિષ્યમાં પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવા માટે ધમકી ઉચ્ચારી છે.

Iran Israel War Breaking News : મા મને કોઠીમાંથી કાઢ જેવો અમેરિકાનો ઘાટ, ઈરાન સામે યુદ્ધમાં અટવાઈ ગયેલા ટ્રમ્પે હવે નાટો દેશને આપી ધમકી
યુએસ રાષ્ટ્રપતિએ ટિપ્પણી કરી, "સાચું કહું તો, મારો પ્રિય વિકલ્પ ઇરાનનું તેલ જપ્ત કરવાનો છે; જોકે, યુએસમાં કેટલાક 'મૂર્ખ લોકો' પૂછે છે, 'તમે આવું કેમ કરશો?' તેઓ મૂર્ખ છે." તેમણે ઉમેર્યું કે ઇરાનના તેલ નિકાસ માટેનું મુખ્ય કેન્દ્ર - ખાર્ગ ટાપુ પર કબજો મેળવવો એ તેલને સુરક્ષિત કરવાની સાથે વ્યૂહાત્મક યોજનાઓનો પણ એક ભાગ છે.(ફોટો ક્રેડિટ-File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2026 | 1:55 PM
Share

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલે કરેલા હુમલા બાદ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના ઈરાને આકરો નિર્ણય કર્યો છે. જેના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસના ભાવમાં ભારે વધારો થયો છે. એક તરફ, યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની નૌકાદળ અને વાયુસેનાને નષ્ટ કરવાનો દાવો કર્યો છે, તો બીજી તરફ, નાટો સહીતના અન્ય દેશોને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી જહાજની અવરજવર માટે સલામત રીતે ખોલવા, લશ્કરી હસ્તક્ષેપ કરવા હાકલ કરી છે. રવિવારે, ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ અંગે સાત દેશો સાથે વાટાઘાટો કરી રહ્યા છે.

આ નિવેદન ટ્રમ્પ દ્વારા અગાઉ કરવામાં આવેલી અપીલને અનુરૂપ છે. જેમાં તેમણે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઇટેડ કિંગડમ અને અન્ય દેશોને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું અને સુરક્ષિત રાખવા માટે યુદ્ધ જહાજો મોકલવા વિનંતી કરી હતી. વધુમાં, ડોનાલ્ડ ટ્રમ્પે નાટો સભ્ય દેશોને ચેતવણી આપી હતી કે, જો તેઓ તેમના આહ્વાનને અવગણવાનું ચાલુ રાખશે, તો નાટોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.

ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સે વર્ષોથી હોર્મુઝ સ્ટ્રેટનું રક્ષણ કર્યું છે, ત્યારે અન્ય દેશોને અમેરિકા કરતાં તેની વધુ જરૂર છે. હવે જ્યારે સંઘર્ષ ઓછો થઈ ગયો છે અને ઈરાનની સેના નબળી પડી ગઈ છે, ત્યારે તેમનું માનવું છે કે અન્ય રાષ્ટ્રોએ હોર્મુઝ સ્ટ્રેટમાં સહાય આપવા માટે આગળ આવવું જોઈએ. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે, યુએસએ હોર્મુઝ સ્ટ્રેટ પ્રદેશમાંથી ફક્ત 1% જ તેલ મેળવે છે, જ્યારે ચીન જેવા દેશો તેમના તેલ પુરવઠાનો લગભગ 90% હોર્મુઝ સ્ટ્રેટ આ જ માર્ગ દ્વારા મેળવે છે. આથી તેઓએ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષામાં ફાળો આપવો જોઈએ.

ટ્રમ્પની અપીલના જવાબમાં કોઈ રાષ્ટ્ર આગળ આવ્યું નહીં

જો કે ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અંગે સાત દેશો સાથે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી એક પણ દેશ મધ્ય પૂર્વમાં યુનાઇટેડ સ્ટેટ્સને લશ્કરી સહાય પૂરી પાડવા માટે સંમત થયા નથી. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ, ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિનંતી છતાં, અમે હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકાદળનું જહાજ તહેનાત કરીશું નહીં.” ટ્રમ્પે અગાઉ આ મધ્ય પૂર્વીય દેશો (સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર) ને ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવા અપીલ કરી છે. જોકે, ગલ્ફના દેશોએ રક્ષણાત્મક વલણ અપનાવ્યું છે.

ટ્રમ્પે ખુલાસો કર્યો કે તેમણે બે અઠવાડિયા પહેલા યુકેના વડા પ્રધાન સાથે વાત કરી હતી. તે સમયે, યુકે તેના બે વિમાનવાહક જહાજોને મદદ માટે મોકલવામાં ખચકાટ અનુભવતો હતો. ટ્રમ્પે ટિપ્પણી કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સે વિરોધીને સંપૂર્ણપણે તટસ્થ કર્યા પછી અને વિજય મેળવ્યા પછી જ યુકેએ આખરે તેના જહાજો મોકલવાની ઓફર કરી હતી. તેમના સમાપન ભાષણમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ “યાદ રાખશે” કે કયા રાષ્ટ્રો જરૂરિયાતના સમયે સહાય પૂરી પાડવામાં નિષ્ફળ ગયા.

નાટો રાષ્ટ્રોને સૈન્ય કાર્યવાહીમાં જોડાવવાની અપીલ

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ હોર્મુઝ સ્ટ્રેટ પર દેખરેખ રાખવા માટે અન્ય રાષ્ટ્રો સાથે તેમની સહાય મેળવવા માટે સંપર્ક કરી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઘણા દેશો સહાય પૂરી પાડવા માટે સંમત થશે. તેમણે આ મિશનમાં યોગદાન આપવા અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા નાટો અને યુક્રેનને આપવામાં આવતા સમર્થન વચ્ચે સમાનતા દર્શાવી. તેમણે આ ઉપક્રમને પ્રમાણમાં નાના કાર્ય તરીકે વર્ણવ્યો, નોંધ્યું કે ઈરાન પાસે હવે નોંધપાત્ર લશ્કરી તાકાત નથી.

Iran-USA, Israel War Breaking News : શા માટે અમેરિકા, વિશ્વના અનેક દેશમાં સ્થાપે છે આર્મી બેઝ કેમ્પ ?

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">