History of city name : રણથંભોર કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
રણથંભોર કિલ્લો રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર, શહેરથી થોડે અંતરે સ્થિત એક પ્રાચીન કિલ્લો છે. સ્વતંત્રતા પહેલાં અહીંનો વિસ્તાર જયપુરના રાજાઓ માટે મહત્વનું શિકારનું સ્થળ હતું . જેના કારણે આ વિસ્તારનો ઐતિહાસિક વિકાસનું કેન્દ્રબિંદુ રહ્યો છે. ટેકરી ઉપર વસેલા આ કિલ્લા પરથી સમગ્ર ઉદ્યાનનો અદ્ભુત નજારો જોવા મળે છે, અને આજકાલ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

10મી સદીમાં ચૌહાણ શાસકો દ્વારા રણથંભોર કિલ્લાની સ્થાપના કરાઇ હતી. તેમના પછી આવેલા રાજાઓએ પણ કિલ્લાના વિસ્તરણ અને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. તે સમયગાળામાં કિલ્લાનું સ્થાન અને તેની સશક્ત રચના એટલી પ્રભાવશાળી હતી કે તેને અજેય ગણવામાં આવતો હતો. આ કારણે અનેક શાસકોએ તેને પોતાના કબજામાં લેવા પ્રયાસ કર્યો. સમય સાથે કિલ્લો દિલ્હીના અનેક મુસ્લિમ શાસકોના કબજામાં આવ્યો, ત્યારબાદ હાડા, મેવાડ અને અન્ય રાજવંશોએ પણ અહીં સરકાર ચલાવી. થોડા સમય માટે દિલ્હી સલ્તનતનુ રાજ પણ અહીં રહ્યું, અને અંતે આ કિલ્લો મારવાડ તેમજ મુઘલોના શાસનમાં સામેલ થયો.

રણથંભોર કિલ્લો લગભગ 700 ફૂટ ઊંચાઈ પર આવેલ હોવાથી તેનું સ્થાન રક્ષણાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2013માં કંબોડિયાનાના ફ્નોમ પેન્હ શહેરમાં મળેલી વર્લ્ડ હેરિટેજ કમિટીની 37મી બેઠક દરમિયાન, રણથંભોર કિલ્લાને રાજસ્થાનના અન્ય પાંચ પ્રખ્યાત કિલ્લાઓ સાથે “રાજસ્થાનના હિલ કિલ્લાઓ” નામના સમૂહમાં સમાવેશ કરીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા અપાઈ હતી. (Credits: - Wikipedia)

રણથંભોર કિલ્લો મૂળરૂપે પાંચમી સદીમાં મહારાજા જયંત દ્વારા બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક પેઢીઓ સુધી તેમનું અહીં શાસન રહ્યું, જ્યાં સુધી બારમી સદીમાં પૃથ્વીરાજ ચૌહાણે આ વિસ્તાર પર કબજો મેળવી તેમનો પ્રભાવ સમાપ્ત ના કર્યો. (Credits: - Wikipedia)

આ કિલ્લો પ્રાચીન સમયમાં "રણસ્તંભપુરા" નામથી ઓળખાતો હતો. ચૌહાણ રાજવંશના પૃથ્વીરાજ પહેલા (પ્રથમ)ના સમયમાં, 12મી સદી દરમિયાન, આ સ્થાનનો જૈન પરંપરાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. તે જ યુગના જૈન આચાર્ય સિદ્ધસેનસૂરીએ પણ આ વિસ્તારને પવિત્ર જૈન તીર્થોમાં સ્થાન આપ્યું હતું. બાદમાં મુઘલ શાસનકાળ દરમિયાન અહીં મલ્લિનાથને સમર્પિત એક મંદિરનું નિર્માણ કરાયું. (Credits: - Wikipedia)

ઈ.સ. 1192માં પૃથ્વીરાજ ત્રીજા (પૃથ્વીરાજ ચૌહાણ) પરાજિત થયા પછી, રણથંભોર કિલ્લો ઘુરીદ વંશના શાસક મુહમ્મદના નિયંત્રણમાં આવી ગયો. (Credits: - Wikipedia)

1226માં દિલ્હીના સુલતાન ઇલ્તુત્મિશએ રણથંભોર પર કબજો જમાવ્યો, પરંતુ 1236માં તેમના અવસાન બાદ ચૌહાણો ફરી સત્તામાં આવી ગયા. બાદમાં સુલતાન નસીરુદ્દીન મહમૂદની સેના જેનું નેતૃત્વ ભાવિ સુલતાન બલબન કરી રહ્યા હતા, એ 1248 અને 1253માં કિલ્લાને જીતવાનો પ્રયાસ કર્યો, છતાં બંને વખતે નિષ્ફળ રહી. અંતે 1259માં કિલ્લો જયત્રસિંહ ચૌહાણ પાસેથી છીનવી લેવામાં આવ્યો. 1283માં શક્તિદેવ સત્તામાં આવ્યા અને રણથંભોરનો કિલ્લો ફરી મજબૂત બનાવી રાજ્યનો વિસ્તાર કર્યો. 1290–91 દરમ્યાન સુલતાન જલાલ ઉદ્દીન ફિરોઝ ખિલજી પણ નિષ્ફળ રહ્યા. ત્યારબાદ 1299માં હમ્મીરાદેવે સુલતાન અલાઉદ્દીન ખિલજીના બંડખોર સેનાપતિ મુહમ્મદ શાહને શરણ આપી, જેનાથી સુલતાન નારાજ થયા. પરિણામે, 1301માં અલાઉદ્દીને રણથંભોરને ઘેરી લીધો અને અંતે કિલ્લો પોતાના કબજામાં લઈ લીધો. (Credits: - Wikipedia)

રાણા ઉદયસિંહ પ્રથમ (1468–1473)ના સમયમાં રણથંભોર કિલ્લો બુંદીના હાડા રાજપૂતોને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ 1532 થી 1535 વચ્ચે ગુજરાતના સુલતાન બહાદુર શાહે થોડા સમય માટે આ કિલ્લો પોતાના નિયંત્રણમાં લીધો. પછી 1568માં મુઘલ બાદશાહ અકબરે રણથંભોર પર ચઢાઈ કરીને હાડા શાસકો પાસેથી કિલ્લાને કબજામાં લઈ લીધો. (Credits: - Wikipedia)

17મી સદી દરમિયાન રણથંભોર કિલ્લો જયપુરના કછવાહા શાસકોને સોંપવામાં આવ્યો, અને ત્યારથી ભારતની સ્વતંત્રતા સુધી તે જયપુર રાજ્યનું અવિભાજ્ય અંગ રહ્યો. કિલ્લો અને તેની આસપાસનો વિસ્તાર ત્યારે જયપુરના મહારાજાઓ માટે મહત્વનું શિકાર ક્ષેત્ર બની ગયું. બાદમાં જયપુર રાજ્ય 1949માં ભારત સંઘમાં સામેલ થયું અને 1950માં નવી રચાયેલ રાજસ્થાન રાજ્યનો ભાગ બન્યું. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
