Dhawan Surname History : વરુણ ધવન અને શિખર ધવનની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ધવન અટકનો અર્થ શું થાય તે જાણીશું

ધવન શબ્દ સંસ્કૃત શબ્દ ધાવન પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ દોડનાર અથવા ઝડપી ગતિશીલ થાય છે.

જોકે, ધવન શબ્દ અટક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે મુખ્યત્વે ધ્વનિ સાથે અથવા પ્રાચીન સમયમાં, "ધ્વનિ/ઘોષણા કરનાર" સાથે સંકળાયેલું છે. કેટલાક વિદ્વાનો સૂચવે છે કે તે ધનવાનનું અપભ્રંશ પણ હોઈ શકે છે.

ધવન અટક મુખ્યત્વે પંજાબી ખત્રીઓમાં સૌથી વધારે જોવા મળે છે. આશરે 90% થી વધુ ધવન પરિવારો પંજાબી ખત્રીઓમાં જોવા મળે છે. તો કેટલાક અરોરા અને ભાટિયા પરિવારોમાં પણ જોવા મળે છે.

પ્રાચીન સમયમાં, ખત્રી સમુદાય પાસે અનેક ગોત્ર હતા, જેમાંથી ધવન એક મુખ્ય ગોત્ર છે. પંજાબનો દોઆબ પ્રદેશ (જલંધર, હોશિયારપુર, કપૂરથલા, લુધિયાણા) અને જૂનું લાહોર (હવે પાકિસ્તાનમાં) આ સમુદાયના લોકો જોવા મળતા હતા.

1947ના ભાગલા પહેલા, લાહોર, રાવલપિંડી, ગુજરાંવાલા અને સિયાલકોટમાં ઘણા ધવન પરિવારો રહેતા હતા. ભાગલા પછી, આ પરિવારો દિલ્હી, પંજાબ, હરિયાણા, મુંબઈ અને વિદેશમાં સ્થાયી થયા.

વર્તમાન સમયમાં દિલ્હી-એનસીઆરમાં મોટાભાગના ધવન સમુદાયના લોકો જોવા મળે છે. આ ઉપરાંત પંજાબ,મુંબઈ, પુણે, બેંગલુરુમાં પણ આ સમુદાયના લોકો જોવા મળે છે.

ટૂંકમાં, ધવન એક પંજાબી ખત્રી કુળ-આધારિત અટક છે જે સદીઓથી ચાલી આવે છે. તેનો મૂળ અર્થ "દોડવીર" અથવા "ઘોષણાકર્તા" છે, પરંતુ આજે તે પંજાબી હિન્દુ અને શીખ સમુદાયોની ગૌરવપૂર્ણ ઓળખ છે. આ અટક વ્યવસાય, ફિલ્મ ઉદ્યોગ, દવા અને રમતગમત સહિત અન્યકાર્ય ક્ષેત્રમા પણ જાણીતી છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
