Breaking News : ઈલોરાની ગુફામાં 50 વર્ષથી કામ કરતો મુસ્લિમ ગાઇડ હિંદુ દેવી-દેવતાઓ વિશે આપી રહ્યો છે ખોટી માહિતી
મહારાષ્ટ્રમાં ઈલોરા ગુફાઓમાંથી એક ચોંકાવનારો અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. કૈલાશ મંદિરના વિસ્તારમાં, એક મુસ્લિમ ગાઇડ દ્વારા હિંદુ દેવી-દેવતાઓ અને તેમની કોતરણીઓ વિશે ખોટી તેમજ ધાર્મિક લાગણી દુભાવતી માહિતી આપવામાં આવી રહી હોવાનું એક પ્રવાસીએ વીડિયો બનાવીને ખુલ્લું પાડ્યું છે. આ ગંભીર ઘટનાને પગલે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
ભારતના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પર ગાઇડ દ્વારા આપવામાં આવતી માહિતીની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઈલોરા ગુફાઓમાં કૈલાશ મંદિરની મુલાકાત દરમિયાન, અંકિત નામના એક પ્રવાસીએ અબ્દુલ નામના એક ગાઇડને હાયર કર્યો હતો, જેને 50 વર્ષનો લાંબો અનુભવ હોવાનું કહેવાય છે.
પ્રવાસી અંકિતે નોંધ્યું કે ગાઇડ અબ્દુલ સતત ખોટી અને ધાર્મિક રીતે સંવેદનશીલ વાર્તાઓ જણાવી રહ્યો હતો.
રાવણ અને મહાદેવ: ગાઇડે કહ્યું કે રાવણ મહાદેવનો પરમ ભક્ત હોવા છતાં, તે તેમનો સૌથી મોટો દુશ્મન પણ હતો, અને તે શિવજીને પરેશાન કરવા માટે કૈલાશ પર્વત ઉઠાવી રહ્યો હતો.
શિવ-પાર્વતી પર શંકા: સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ગાઇડે એક કોતરણીનુ ખોટુ અર્થઘટન કરતાં કહ્યું કે શિવજી પોતાની પત્ની પાર્વતી પર શંકા કરતા હતા કે તેઓ કોઈ પારકા પુરુષ તરફ આકર્ષાયા છે. આ શંકાને દૂર કરવા શિવજી ભિખારી (Beggar) બનીને તેમની પરીક્ષા લેવા આવ્યા હતા.
પ્રવાસીએ આપ્યો તથ્ય આધારિત જવાબ:
આ વાતનું ખંડન કરતાં પ્રવાસી અંકિતે કહ્યું કે, શિવજીની કોતરણીમાં તેમણે મુગટ પહેરેલો છે, જે ભિખારી ન હોવાનું સ્પષ્ટ સાબિત કરે છે. તેથી અંકિતે તેને તરત જ છુટો કરી દીધો અને તેના પર ખોટી માહિતી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો.
ASI માં લેખિત ફરિયાદ:
આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યા બાદ અંકિતે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) ની સ્થાનિક ઓફિસમાં જઈને ગાઇડ અબ્દુલ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે. અંકિતે ભારપૂર્વક જણાવ્યું છે કે જે વ્યક્તિને ધર્મ અને ઇતિહાસનું યોગ્ય જ્ઞાન ન હોય તેને આવા સંવેદનશીલ સ્થળો પર ગાઇડ તરીકે નોકરી ન મળવી જોઈએ. ASI એ આ બાબતે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
