AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોલ્ડ માર્કેટમાં સન્નાટો… ‘સોનું’ લંડન માર્કેટ કરતા પણ ‘સસ્તું’! હવે શું ભારતમાં આ ધાતુની અછત સર્જાશે?

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી સોનાના બજાર પર જોવા મળી રહી છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે આ દેશમાંથી આવતો સોનાનો સપ્લાય અટકી ગયો છે. નવાઈની વાત એ છે કે, અત્યારે આ દેશમાં સોનું આંતરરાષ્ટ્રીય ભાવ કરતા પણ સસ્તું વેચાઈ રહ્યું છે, છતાં કોઈ ખરીદવા તૈયાર નથી.

| Updated on: Mar 07, 2026 | 4:46 PM
Share
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગોલ્ડ માર્કેટ પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ ક્ષેત્રમાં વધતા તણાવને કારણે હવાઈ વ્યવહાર પ્રભાવિત થયો છે, જેના લીધે દુબઈથી સોનાના સપ્લાયમાં મુશ્કેલીઓ આવી રહી છે.

1 / 10
આ જ કારણ છે કે, દુબઈમાં સોનું લંડનના ગ્લોબલ બેન્ચમાર્ક કરતા પણ ભારે ડિસ્કાઉન્ટ પર વેચાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ઘણા ખરીદદારોએ નવા ઓર્ડર આપવાનું ટાળ્યું છે. અત્યારે સોનાના શિપિંગ અને ઇન્શ્યોરન્સ (વીમા) ખર્ચમાં ઘણો વધારો થયો છે. આ સાથે જ સમયસર ડિલિવરીની પણ કોઈ ચોક્કસ ગેરેંટી નથી. આવી સ્થિતિમાં ખરીદદારો ઊંચી કિંમત ચૂકવીને જોખમ લેવા તૈયાર નથી.

2 / 10
બજાર સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, ટ્રેડર્સ સ્ટોરેજ અને ફંડિંગના સતત વધતા ખર્ચથી બચવા માટે સોનું સસ્તા ભાવે ઓફર કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દુબઈમાં સોનું લંડનના ગ્લોબલ બેન્ચમાર્ક પ્રાઈસ કરતા લગભગ 30 ડોલર પ્રતિ ઔંસ સુધીના ડિસ્કાઉન્ટ પર વેચાઈ રહ્યું છે. જો કે, બજાર સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી હોવાને કારણે આ લોકોએ પોતાના નામ જાહેર કર્યા નથી.

3 / 10
સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવાર સુધી સોનાના ઘણા જથ્થા (કન્સ્ટાઈનમેન્ટ) દુબઈમાં જ ફસાયેલા હતા. એવામાં આ સપ્તાહના મધ્યથી કેટલુંક બુલિયન દુબઈથી નીકળતી ફ્લાઈટ્સમાં લોડ કરીને બહાર મોકલવામાં આવ્યું છે પરંતુ સપ્લાય હજુ પણ સંપૂર્ણપણે સામાન્ય થઈ શક્યો નથી.

4 / 10
સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ખાસ કરીને દુબઈ એશિયાના ઘણા દેશોને સોનું સપ્લાય કરવાનું એક મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં સોનાને રિફાઇન કરવામાં આવે છે અને ત્યારબાદ એશિયાના ખરીદદારોને નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વિટ્ઝર્લેન્ડ, બ્રિટન અને ઘણા આફ્રિકન દેશોમાંથી આવતો સોનાનો જથ્થો પણ દુબઈ મારફતે આગળ મોકલવામાં આવે છે.

5 / 10
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સાતમા દિવસમાં પ્રવેશ્યું છે. નોંધનીય છે કે, આમાં પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાને કારણે UAEની કેટલીક હવાઈ સીમા આંશિક રીતે બંધ કરી દેવામાં આવી છે, જેનાથી સોનાના પરિવહન પર અસર પડી છે.

6 / 10
સામાન્ય રીતે સોનાને પેસેન્જર વિમાનોના કાર્ગો હિસ્સામાં લઈ જવામાં આવે છે. એવામાં જ્યારે UAEથી ફ્લાઈટ્સની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે, ત્યારે પણ ટ્રેડર્સ અને લોજિસ્ટિક્સ કંપનીઓ સોનાને સડક માર્ગે બીજા દેશોના એરપોર્ટ સુધી લઈ જવામાં ખચકાઈ રહી છે. આવું એટલા માટે કારણ કે, સાઉદી અરેબિયા અથવા ઓમાન જેવા દેશોના એરપોર્ટ સુધી સડક માર્ગે કિંમતી કાર્ગો મોકલવો જોખમી હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તેમાં ઘણી આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરવાની હોય.

7 / 10
ભારતના મોટા ગોલ્ડ ડીલર્સમાંના એક ઓગમોન્ટ એન્ટરપ્રાઈઝિસના રિસર્ચ હેડ રેનિશા ચેનાનીના જણાવ્યા અનુસાર, ઘણા કાર્ગો શિપમેન્ટમાં વિલંબ થયો છે અથવા તો તેઓ રસ્તામાં જ ફસાઈ ગયા છે. આના કારણે ભારતમાં ફિઝિકલ ગોલ્ડની ઉપલબ્ધતા પર થોડા સમય માટે દબાણ જોવા મળી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતના ખરીદદારો હાલમાં રાહ જોઈ શકે છે.

8 / 10
મેટલ્સ ફોકસમાં સાઉથ એશિયાના પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ ચિરાગ શેઠના જણાવ્યા મુજબ, ભારતમાં અત્યારે સોનાની માંગ બહુ વધારે નથી અને જાન્યુઆરીમાં મોટી માત્રામાં આયાત થવાને કારણે બજારમાં સ્ટોક પણ પૂરતો છે. તેમણે કહ્યું કે, હાલમાં બજારમાં સોનાની પૂરતી ઉપલબ્ધતા છે પરંતુ જો આ સ્થિતિ થોડા મહિનાઓ સુધી ચાલુ રહે છે, તો સપ્લાય સાથે જોડાયેલી સમસ્યા ઊભી થઈ શકે છે.

9 / 10
આ વર્ષે અત્યાર સુધીમાં સ્પોટ ગોલ્ડની કિંમતોમાં લગભગ 20% સુધીનો વધારો નોંધાયો છે અને કિંમતો 5,000 ડોલર પ્રતિ ઔંસ ની ઉપર બનેલી છે. જો કે, તાજેતરના દિવસોમાં ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવમાં થોડી વધ-ઘટ પણ જોવા મળી છે.

10 / 10

આ પણ વાંચો: સોનાના ભંડારનો ઉપયોગ હવે યુદ્ધની તૈયારી માટે ! આ એક નિર્ણયથી આખા વિશ્વના ગોલ્ડ માર્કેટમાં મચી શકે છે ‘હલચલ’

Follow Us
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video

સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video

ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ

31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા

ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર

ભગવાનના દરબારમાં ચોરી
ભગવાનના દરબારમાં ચોરી
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video

ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો

ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય

પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા

g clip-path="url(#clip0_868_265)">