AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પીવી સિંધુ ભારત પરત ફરી, શેર કરી ઈમોશનલ પોસ્ટ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ગંભીર છે. ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ હતી. જોકે, તે હવે ભારત પરત ફરી છે.

| Updated on: Mar 03, 2026 | 3:58 PM
Share
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને કારણે ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સિંધુ છેલ્લા કેટલાક દિવસોથી દુબઈમાં ફસાયેલી હતી, જ્યાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હવાઈ યાત્રા બંધ હતી અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જો કે સિંધુ હવે સુરક્ષિત રીતે બેંગલુરુ પહોંચી ગઈ છે.

1 / 5
પીવી સિંધુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ભારત પરત ફરવાની જાહેરાત કરી. સિંધુ સુપર 1000 ટુર્નામેન્ટ ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાં ભાગ લેવા માટે અમીરાતની ફ્લાઇટમાં દુબઈથી બર્મિંગહામ, યુકે જઈ રહી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે તે શનિવારથી દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ હતી. બાદમાં તેણીને એક હોટલમાં રાખવામાં આવી હતી.

2 / 5
પીવી સિંધુએ સોશિયલ મીડિયા પર લખ્યું, "છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ તણાવપૂર્ણ અને અનિશ્ચિત રહ્યા છે, પરંતુ હું સુરક્ષિત રીતે ઘરે પરત ફરવા બદલ આભારી છું." તેણીએ દુબઈ એરપોર્ટ સ્ટાફનો આભાર વ્યક્ત કરતા કહ્યું, "આ મુશ્કેલ સમયમાં અમારી સારી સંભાળ રાખનારા અને મદદ કરનારા અદ્ભુત ગ્રાઉન્ડ ટીમ, દુબઈ સત્તાવાળાઓ, એરપોર્ટ સ્ટાફ, ઇમિગ્રેશન અને દરેકનો હૃદયપૂર્વક આભાર."

3 / 5
પીવી સિંધુ અને તેના કોચ વિમલ કુમારે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ખૂબ પ્રયાસ કર્યા. તેમણે ઓમાન જવા માટે રોડ માર્ગે અને પછી ત્યાંથી ઉડાન ભરવાનું પણ વિચાર્યું. જોકે, હાલના વાતાવરણમાં છ કલાકની મુસાફરીના જોખમને કારણે આ વિચાર પડતો મુકવામાં આવ્યો.

4 / 5
ઓલ ઈંગ્લેન્ડ ઓપનના પહેલા રાઉન્ડમાં પીવી સિંધુનો મુકાબલો થાઈલેન્ડની સુપાનિદા કાટેથોંગ સામે થવાનો હતો. જોકે, લક્ષ્ય સેન જેવા ભારતીય ખેલાડીઓ અને સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી મેદાનમાં છે. (PC: PTI)

5 / 5

T20 WC Breaking : શું અભિષેક શર્માને ઓપનિંગમાંથી હટાવવામાં આવશે? એક નિર્ણય આખી બાજી બદલી નાખશે

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી

રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ

ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી

અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા

સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ

ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video

નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં

દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ

તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ

દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી

g clip-path="url(#clip0_868_265)">