AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War : ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે શું વિરાટ કોહલી આઈપીએલ નહી રમે? વાયરલ ફોટોએ ચાહકોની ચિંતા વધારી!

વિરાટ કોહલી હાલ લંડનમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માર્ચના છેલ્લા અઠવાડિયામાં આઈપીએલ 2026 શરુ થશે. ઈરાન-ઈઝરાયલ વચ્ચેના જંગ વચ્ચે દુબઈ એરસ્પેસને બંધ કરી દેવામાં આવી છે. ત્યારે વિરાટ કોહલીનું ભારત આવવું મુશ્કેલ લાગી રહ્યું છે.

Iran Israel War : ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે શું વિરાટ કોહલી આઈપીએલ નહી રમે? વાયરલ ફોટોએ ચાહકોની ચિંતા વધારી!
| Updated on: Mar 04, 2026 | 10:21 AM
Share

ઈરાન ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રિકેટને ખુબ મોટું નુકસાન થયું છે. હાલમાં ઈંગ્લેન્ડ લાયન્સ અને પાકિસ્તાન શાહીન્સ વચ્ચે એકદીવસની સીરિઝ રદ થઈ ચૂકી છે. યુદ્ધના કારણે મિડલ ઈર્સ્ટના અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. આ કારણથી ટી20 વર્લ્ડકપમાંથી બહાર થયેલી કેટલીક ટીમ પોતાના ઘરે પરત ફરી નથી અને તેમણે ભારતમાં જ રહેવું પડ્યું છે. આઈપીએલ 2026ની શરુઆત માર્ચના છેલ્લા અઠવાડિયાથી થવાની છે. હવે વિરાટ કોહલીનો એક વાયરલ ફોટોએ તેને આઈપીએલમાં ભાગ લેવાની શકયતા પર સવાલો ઉભા કર્યા છે.

વિરાટ કોહલી નહી રમે આઈપીએલ?

આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલ લંડનમાં પોતાના પરિવાર સાથે છે. જ્યાં કોહલી લંડનના રસ્તા પર પોતાના દીકરા સાથે ફરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, તે હવે લંડનમાં રહે છે અને ક્રિકેટ રમવા માટે ભારત આવે છે. લંડનથી ભારતની દુબઈ રુટની ફ્લાઈટ હાલમાં બંધ છે. મોટાભાગની યાત્રા આ રુટથી આવે છે, લંડનથી ભારતની દુબઈ રુટ વાળી ફલાઈટ હાલમાં બંધ છે. મોટાભાગની મુસાફરી આ રુટથી કરવામાં આવે છે.

ઈરાન ઈઝરાયલ જંગના કારણે દુબઈ એરપોર્ટબંધ છે. તેમજ હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. એવું લાગતું નથી કે, આ યુદ્ધ જલ્દી બંધ થાય. વિરાટ કોહલીનું આઈપીએલ રમવા માટે ભારત આવવું ખુબ મુશ્કેલ જોવા મળી રહ્યું છે. માર્ચના છેલ્લા અઠવાડિયા પહેલા એરસ્પેસ નહી ખુલે તો વિરાટ કોહલી આઈપીએલની શરુઆતની મેચ મિસ કરી શકે છે.

બીસીસીઆઈ કોહલી માટે બનાવશે સ્પેશિયલ પ્લાન?

આઈપીએલ દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ટૂર્નામેન્ટ છે અને વિરાટ કોહલી આવવાથી રોમાંચ ખુબ વધી જાય છે. બીસીસીઆઈ નહી ઈચ્છે કે, આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી ન રમે. ત્યારે બીસીસીઆઈ તેના માટે પ્રાઈવેટ જેટની પણ વ્યવસ્થા કરી શકે છે. દુબઈ સિવાય અમેરિકા-ઓસ્ટ્રેલિયાનો રુટ પણ છે. જેનાથી વિરાટ કોહલી ભારત આવી શકે છે. વિરાટ પાસે બે વિકલ્પ છે.

ભારતમાં ફસાઈ ઝિમ્બાબ્વે અને વેસ્ટઈન્ડિઝની ટીમ

ઝિમ્બાબ્વે અને વેસ્ટઈન્ડિઝની ટીમ ટી20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ચૂકી છે. ઈરાન-ઈઝરાયલના યુદ્ધના કારણે તે પોતાના દેશ પરત ફરી શક્યા નથી. તે ભારતમાં જ રોકાયેલા છે અને સ્થિતિ સુધર્યા બાદ આ દેશોના ખેલાડીઓ પોતાના ઘરે પરત ફરી શકે છે.

સુપ્રીમ લીડર અલી ખામેનીના લક્ષ્યોને પણ નિશાન બનાવવામાં આવ્યા, જેમાં તેમનું મૃત્યુ થયું. અહી ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">