AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઓપનિંગ, નંબર-3 કે મિડલ ઓર્ડર… CSK માં સંજુ સેમસન કયા નંબર પર કરશે બેટિંગ ? પૂર્વ કોચે કરી આગાહી

IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ લાઈનઅપ વિશે ચર્ચા શરૂ થઈ છે. પૂર્વ ભારતીય કોચ સંજય બાંગરે ટીમના સંભવિત બેટિંગ ક્રમ અંગે પોતાની સલાહ આપી છે. રાજસ્થાન રોયલ્સથી ચેન્નાઈમાં સામલે થયેલા સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમમાં ક્યા નંબર પર બેટિંગ કરાવવું સૌથી રહેશે એ અંગે ખુલાસો કર્યો હતો.

Breaking News: ઓપનિંગ, નંબર-3 કે મિડલ ઓર્ડર... CSK માં સંજુ સેમસન કયા નંબર પર કરશે બેટિંગ ? પૂર્વ કોચે કરી આગાહી
Sanju Samson in CSKImage Credit source: X/INSTAGRAM
| Updated on: Mar 16, 2026 | 4:21 PM
Share

IPL 2026ની શરૂઆત પહેલા CSKની ટીમ અને તેમના બેટિંગ ક્રમ વિશે ક્રિકેટ જગતમાં ચર્ચા શરુ થઈ ગઈ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરે ટીમના સંભવિત બેટિંગ ક્રમ વિશે વાત કરતાં જણાવ્યું કે સંજુ સેમસનને ટોપ ઓર્ડરમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવવી જોઈએ.

નંબર-3 પર બેટિંગ કરવી યોગ્ય રહેશે

સંજય બાંગરના મત મુજબ સેમસન માટે નંબર-3 પર બેટિંગ કરવી સૌથી યોગ્ય રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે આ સ્થાન પર બેટિંગ કરવાથી સેમસન ટીમના ઓપનરો અને મિડલ ઓર્ડર વચ્ચે સારું બેલેન્સ ઉભું કરી શકે છે અને ટીમની બેટિંગ વધુ મજબૂત બની શકે છે.

ઋતુરાજ-આયુષની ઓપનિંગ જોડી

સંજય બાંગરે સૂચન કર્યું કે CSK માટે ઓપનિંગમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને તક આપવી જોઈએ. તેમનું માનવું છે કે ગાયકવાડે પોતાની કારકિર્દીમાં ઓપનર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેથી તેણે શરૂઆતમાં જ બેટિંગ કરવી જોઈએ.

મિડલ ઓર્ડરમાં બ્રેવિસ-શિવમ-કાર્તિક

જો સંજુ સેમસન નંબર-3 પર બેટિંગ કરશે તો ત્યારબાદ મિડલ ઓર્ડરમાં ડેવોલ્ડ બ્રેવિસને ચોથા નંબર પર મોકલી શકાય છે. જ્યારે પાંચમા નંબર માટે શિવમ દુબે અથવા કાર્તિક શર્મા જેવા ખેલાડીઓ ટીમને વધુ મજબૂત બનાવી શકે છે.

ચહર-નૂરની સ્પિન બોલિંગ

આ ઉપરાંત બાંગરે CSKની બોલિંગ લાઈનઅપ વિશે પણ વાત કરી હતી. તેમના મુજબ લેગ સ્પિનર રાહુલ ચહર ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેના સાથે સ્પિન વિભાગમાં નૂર અહમદ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

IPL 2026માં CSKને સંજુથી મોટી આશા

ઉલ્લેખનીય છે કે સંજુ સેમસન 2025 માં ટ્રેડ ડીલ દ્વારા રાજસ્થાન રોયલ્સમાંથી CSKમાં જોડાયો હતો. આ ડીલમાં રવિન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાન ટીમમાં ગયા હતા. હવે IPL 2026માં સેમસન CSK માટે મહત્વપૂર્ણ ખેલાડી બની શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: IPL 2026 પહેલા વિરાટ કોહલીએ પસંદ કરી ઓલ ટાઈમ RCB પ્લેઈંગ 11, જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન?

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">