
ક્રિપ્ટો
ક્રિપ્ટોને ક્રિપ્ટો કરન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને એક ડિજિટલ કરન્સી પણ કહી શકાય છે. જેનો ઉપયોગ ઈન્ટરનેટ પર વ્યવહારો માટે થાય છે. આ કોઈ સરકાર કે બેંક દ્વારા નિયંત્રિત કરવામાં આવતી નથી. પરંતુ બ્લોકચેન ટેકનોલોજી નામની વિકેન્ટ્રિત સિસ્ટમ પર આધારિત છે. આ ટેકનોલોજીમાં દરેક વ્યવહારોનો રેકોર્ડ સેવ કરવામાં આવે છે. જેનાથી છેતરપિંડી થવાની શક્યતા ઓછી થાય છે.
ક્રિપ્ટોકરન્સી માટે ક્રિપ્ટોગ્રાફી નો ઉપયોગ કરે છે, જે સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરે છે. બિટકોઈનએ પહેલી અને સૌથી પ્રખ્યાત ક્રિપ્ટોકરન્સી છે, જે 2009 માં લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત, Ethereum, Litecoin અને Dogecoin જેવી ઘણી અન્ય ક્રિપ્ટોકરન્સી પણ છે.
લોકો ઓનલાઈન ખરીદી, રોકાણ અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે ક્રિપ્ટોનો ઉપયોગ કરે છે. જોકે, તેની કિંમતોમાં ઘણી વધઘટ થાય છે અને સરકારોના પણ તેના અંગે અલગ અલગ નિયમો છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીને લીગલ ટેન્ડર ગણવામાં આવતી નથી પરંતુ તેના પર ટેક્સ લગાવવામાં આવે છે.
Mysterious Richest Person : અંબાણી-અદાણી કરતા વધુ પૈસા પણ દુનિયાએ આજ સુધી નથી જોયો તેમનો ચહેરો, જાણો સાતોશી નાકામોટો કોણ છે
ભલે આજ સુધી કોઈને ખબર નથી કે નાકામોટો ખરેખર કોણ છે, એક વ્યક્તિ, એક ટીમ કે એક જૂથ, પરંતુ તેની પાસે લગભગ 10 લાખ બિટકોઈન છે. જો આપણે વર્તમાન કિંમત પર નજર કરીએ, તો નાકામોટોની કુલ સંપત્તિ 129 બિલિયન ડોલર (લગભગ 10.7 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. આ અંબાણી કે અદાણીની સંપત્તિ કરતા અનેક ગણી વધારે છે.
- Sagar Solanki
- Updated on: Jul 13, 2025
- 5:02 pm
Crypto કરન્સી ખરીદવાના નિયમો શું છે ? આ રીતે કરી શકો છો ખરીદી
ભારતમાં, ક્રિપ્ટોમાંથી થતી આવક પર 30% ટેક્સ વસૂલવામાં આવે છે અને દરેક મોટા વ્યવહાર પર 1% TDS પણ કાપવામાં આવે છે. તેથી, ITR માં તમારી આવક યોગ્ય રીતે દર્શાવવી મહત્વપૂર્ણ છે. જો તમે પણ ક્રિપ્ટો કરન્સીમાં હાથ અજમાવવા માંગતા હો, તો અમે તમને તેના વિશે અહીં વિગતવાર જણાવી રહ્યા છીએ.
- Dhinal Chavda
- Updated on: Jul 11, 2025
- 5:31 pm
Crypto currency: ક્રિપ્ટો યુઝર્સની મુશ્કેલી વધી! ટ્રેડિંગમાં ઢીલ રાખી તો કામથી ગયા, નુકસાનથી બચવું હોય તો આ નિયમ જાણી લો
ક્રિપ્ટોની દુનિયામાં ભારતના રોકાણકારો માટે એક મોટો બદલાવ આવ્યો છે. આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ બાયબિટે કેટલાક નિર્ણયો લીધા છે, જેની સીધી અસર તમારી કમાણી અને રોકાણ પર પડી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Jul 6, 2025
- 5:43 pm
Cryptocurrency: પૈસાની બોલબાલા છોડો, હવે ક્રિપ્ટોકરન્સીથી પણ તમે ઘર કે પ્રોપર્ટી ખરીદી શકો છો!
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ માટે એક અગત્યની માહિતી બહાર આવી છે. વાત એમ છે કે, ક્રિપ્ટોમાં રોકાણ કરનાર વ્યક્તિઓ હવે ક્રિપ્ટો થકી પણ ઘર કે પ્રોપર્ટી ખરીદી કરી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Jun 28, 2025
- 3:27 pm
Cryptocurrency : ક્રિપ્ટોમાં રોકાણ કરતાં પહેલા ધ્યાન રાખજો, ટેક્સને લગતા નિયમો નહી ખબર હોય તો જેલ ભેગા થશો!
જો તમે બિટકોઈન, ઈથર કે અન્ય કોઈ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છો, તો એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભારત સરકાર તમારી આ કમાણી પર કેટલો ટેક્સ વસૂલ કરે છે.
- Ravi Prajapati
- Updated on: Jun 24, 2025
- 5:43 pm
યુદ્ધ વચ્ચે લૂંટાયું ઈરાન, ઇઝરાયલે કર્યો સૌથી મોટો હુમલો, 7,81,09,26,966 રૂપિયા કરી દીધા ગાયબ
ઇઝરાયલે ઈરાન પરના આ હુમલાનો દાવો કરતા, નોબિટેક્સ પર ઈરાની સરકારને પશ્ચિમી પ્રતિબંધોથી બચવા અને આતંકવાદીઓને પૈસા મોકલવામાં મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
- Sagar Solanki
- Updated on: Jun 19, 2025
- 8:51 pm
Breaking News : બિટકોઈન પર હવે તમને લોન મળશે ! ક્રિપ્ટો લેન્ડિંગ શું છે અને તેના ફાયદા તેમજ ગેરફાયદા શું છે?
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની સાથે, ક્રિપ્ટો લેન્ડિંગનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. સરળ શબ્દોમાં આને ડિજિટલ એસેટ્સ સામે ઉધાર અથવા લોન લીધી તેવું કહેવાય. હવે ચાલો જાણીએ કે, આ ક્રિપ્ટો લેન્ડિંગના ફાયદા અને ગેરફાયદા શું છે.
- Ravi Prajapati
- Updated on: Jun 18, 2025
- 9:12 pm
Breaking News: બિટકોઇનમાં હડકંપ, ભાવ 4 લાખ રૂપિયા નીચે ગયો, જાણો હજુ કેટલો નીચે જશે
બિટકોઇનના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. બિટકોઇનના ભાવમાં 4 લાખ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. હવે રોકાણકારો ચિંતામાં છે કે ભાવ હજુ કેટલો નીચે જશે?
- Ravi Prajapati
- Updated on: Jun 17, 2025
- 9:32 pm
Crypto Kidnapping : પોલીસ બળજબરીથી છીનવાયેલા બિટકોઇનને કેવી રીતે ટ્રેક કરે છે ? શું તે પાછા મળી શકે છે ? જાણો શક્યતા
ક્રિપ્ટોકરન્સીનું ડીસેન્ટ્રલાઈઝ્ડ નેચર જ તેને 'ફ્યુચર કરન્સી' બનાવે છે. જો કે, આ જ સુવિધાને કારણે ઘણા લોકો ક્રિપ્ટો કિડનેપિંગનો ભોગ બને છે. હવે જોવાનું એ છે કે, પોલીસ આવા કેસોનો કેવી રીતે સામનો કરે છે અને પીડિતને ક્રિપ્ટોક્રિપ્ટોકરન્સી પરત મળે છે કે નહી તેની શક્યતાઓ શું છે?
- Ravi Prajapati
- Updated on: Jun 16, 2025
- 7:15 pm
Cryptocurrency: બિટકોઇનના ભાવમાં તેજી આવશે કે નહીં? ક્રૂડ ઓઈલનો ઈશારો સમજો, જાણો ક્યાં સુધી જઈ શકે છે ભાવ?
ક્રૂડ ઓઇલના વધતા ભાવે હાલ ક્રિપ્ટો માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. ઇતિહાસ સાક્ષી છે કે, તેલના ભાવમાં વધારા થયા બાદ બિટકોઇન પહેલા ઘટે છે અને પછી થોડા દિવસોમાં જબરદસ્ત ઉછાળો દર્શાવે છે.
- Ravi Prajapati
- Updated on: Jun 15, 2025
- 8:04 pm
ક્રિપ્ટો કરન્સીથી થતી આવક પર Income tax વિભાગની નજર, ટેક્સપેયર્સને મોકલી રહ્યા છે ઈ-મેલ !
ક્રિપ્ટો કરન્સીમાંથી થતી આવક હવે આવકવેરા વિભાગની તપાસ હેઠળ છે. વિભાગે હજારો વ્યક્તિઓને ઈ-મેલ મોકલ્યા છે જેમણે ક્રિપ્ટો કરન્સીમાં વ્યવહાર કર્યો છે પરંતુ તેમના રિટર્નમાં તેમાંથી થતી આવકનો ઉલ્લેખ કર્યો નથી. શુક્રવારે સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યવહારો આકારણી વર્ષ 2023-24 અને 2024-25 સાથે સંબંધિત છે.
- Disha Thakar
- Updated on: Jun 14, 2025
- 2:17 pm
Crypto Pyramid Scams: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી થશે મોટી કમાણી, પરંતુ ફ્રોડથી બચવા આ ત્રણ વાત આજે જ જાણી લો
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું એ ધનવાન બનવાનો સૌથી સરળ રસ્તો લાગે છે. ઘણીવાર લોકો એક જ ટ્રેડ શોધી રહ્યા હોય છે, જ્યાં નસીબ તેમનો સાથ આપે, તો તેઓ જીવનભર પૈસા કમાવવાથી આઝાદી મળી જાય છે. ઐતિહાસિક ડેટા અને સિદ્ધાંતના આધારે આ શક્ય લાગે છે. પરંતુ, વાસ્તવમાં મોટાભાગના લોકો અહીં છેતરપિંડીનો ભોગ બને છે.
- Sagar Solanki
- Updated on: Jun 10, 2025
- 5:41 pm
ક્રિપ્ટો ઇન્વેસ્ટર્સ સાવધાન! રોકાણ બની શકે છે જોખમભર્યું, કિડનેપર્સ બનાવી રહ્યા છે ટાર્ગેટ
વિશ્વભરમાં ક્રિપ્ટો રોકાણકારોના અપહરણની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. અમેરિકા, ફ્રાન્સ, બેલ્જિયમ અને કેનેડા જેવા દેશોમાં, ગુનેગારો ડિજિટલ વોલેટ્સ મેળવવા માટે રોકાણકારોને નિશાન બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સંપત્તિનું પ્રદર્શન, ડેટા લીક અને બ્લોકચેનના રિવર્સ ટ્રાન્ઝેક્શન આ ગુનાને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે.
- Dhinal Chavda
- Updated on: Jun 7, 2025
- 5:55 pm
Crypto-Bitcoin Price Today : બિટકોઈનમાં થોડી રિકવરીની શક્યતા, જાણો આજે કેવી રહેશે Bitcoinની સ્થિતિ
બિટકોઈન (BTC) હાલમાં $105,706 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જે છેલ્લા 24 કલાકમાં લગભગ 0.24% નો થોડો વધારો દર્શાવે છે. તાજેતરના તીવ્ર ઘટાડા પછી, કિંમતો હવે મર્યાદિત શ્રેણીમાં આગળ વધી રહી છે, જેને કોન્સોલિડેશન તબક્કો કહેવામાં આવે છે.
- Disha Thakar
- Updated on: Jun 4, 2025
- 9:35 am
Crypto-Bitcoin Price Today : આજે બિટકોઈનમાં રિકવરીના સંકેત દેખાયા, 107K સુધી વધવાની શક્યતા
તાજેતરના દિવસોમાં તીવ્ર ઘટાડા પછી બિટકોઇન (BTCUSD) એ ફરી એકવાર મજબૂતીના સંકેતો દર્શાવ્યા છે. ટેકનિકલ ચાર્ટ અને ઓપ્શન ચેઇન ડેટાના વિશ્લેષણના આધારે, આગામી 24 થી 48 કલાકમાં મર્યાદિત ઉછાળો અપેક્ષિત છે. ટ્રેડિંગવ્યૂ અને ડેરિબિટ પ્લેટફોર્મ બંને પર પ્રાપ્ત ડેટા આની પુષ્ટિ કરે છે.
- Disha Thakar
- Updated on: Jun 3, 2025
- 9:48 am