AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ‘ભડકો’, શું છે તેજીના સંકેત…?

વિશ્વ વિખ્યાત પુસ્તક 'રિચ ડેડ, પુઅર ડેડ' ના લેખક રોબર્ટ કિયોસાકીએ સોનાની તેજી બાદ હવે ચાંદી અને બિટકોઈનમાં ઐતિહાસિક ઉછાળાની આશા વ્યક્ત કરી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના વધતા તણાવને કારણે કોમોડિટી માર્કેટમાં ભારે હલચલ જોવા મળી રહી છે, જેમાં ચાંદીના ભાવ ₹3 લાખની નજીક પહોંચી ગયા છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં 'ભડકો', શું છે તેજીના સંકેત...?
| Updated on: Mar 02, 2026 | 8:38 PM
Share

આજે એટલે કે 2 માર્ચના રોજ માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે. આ તેજીને જોતા પ્રખ્યાત રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર ચાંદી અને બિટકોઈનના ભાવમાં મોટા ઉછાળાની સંભાવના વ્યક્ત કરી છે. મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા સૈન્ય તણાવને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગ વધી છે.

રોબર્ટ કિયોસાકીની ભવિષ્યવાણી

રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, માત્ર એક જ દિવસમાં સોનાના ભાવમાં $180નો ઉછાળો આવ્યો છે. તેમણે અગાઉ પણ દાવો કર્યો છે કે વર્ષ 2026માં ચાંદીની કિંમત $200 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. તેમણે રોકાણકારોને ધીરજ રાખવાની સલાહ આપતા કહ્યું છે કે, આગામી સમયમાં ચાંદી અને બિટકોઈન બંનેમાં જબરદસ્ત તેજી જોવા મળશે.

MCX અને વૈશ્વિક બજારના લેટેસ્ટ રેટ (02 માર્ચ, 2026)

સ્થાનિક કોમોડિટી માર્કેટ (MCX) પર આજે ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે:

  • સોનું (Gold): 4.23% ના ઉછાળા સાથે ₹1,68,960 પ્રતિ 10 ગ્રામ.
  • ચાંદી (Silver): 4.82% ની તેજી સાથે ₹2,96,275 પ્રતિ કિલોગ્રામ. (ચાંદી ટૂંક સમયમાં ₹3 લાખનો આંકડો વટાવે તેવી શક્યતા છે).
  • વૈશ્વિક બજાર (Comex): સોનું $5,413.20 અને ચાંદી $95.690 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા છે.
  • બિટકોઈન (Bitcoin): હાલમાં તેની કિંમત $66,326.49 પર છે.

ભાવમાં કેમ આવી રહ્યો છે ઉછાળો?

ફેબ્રુઆરી મહિનામાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા બાદ માર્ચની શરૂઆતથી જ તેજી શરૂ થઈ છે. 29 જાન્યુઆરીએ સોનું ₹1.80 લાખ અને ચાંદી ₹4.20 લાખના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. હાલમાં વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ (Geo-political tension) ને કારણે સોના-ચાંદીના ભાવને વધુ મજબૂતી મળી રહી છે.

નિષ્ણાતોના મતે, જ્યાં સુધી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની સ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જારી રહી શકે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

FD કે મ્યુચ્યુઅલ ફંડને અડક્યા વગર મોજ-શોખ પૂરા કરવાનો નવો કીમિયો, લોકો કેમ લઈ રહ્યા છે લોન?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">