AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો ! ભારતના કાપડ ઉદ્યોગ પર સંકટના વાદળ

Breaking News : અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો ! ભારતના કાપડ ઉદ્યોગ પર સંકટના વાદળ

| Updated on: Feb 11, 2026 | 7:12 PM
Share

અમેરિકા-બાંગ્લાદેશ ટ્રેડ ડીલથી સુરતના કાપડ ઉદ્યોગમાં ચિંતા વધી છે. બાંગ્લાદેશને શૂન્ય ડ્યુટીની છૂટ મળે તો તેના સસ્તા વસ્ત્રો અમેરિકાના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. ઓછા ઉત્પાદન ખર્ચને કારણે ભારતના નિકાસકારોને મોટો ફટકો પડી શકે છે.

અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે થવા જઈ રહેલા નવા દ્વિપક્ષીય વેપાર કરારે ભારતીય કાપડ ઉદ્યોગ માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. આ સમજૂતી હેઠળ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે બાંગ્લાદેશ અમેરિકા પાસેથી જેટલા મૂલ્યના કપાસની આયાત કરશે, તેટલા જ મૂલ્યના તૈયાર કપડાં તે ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે અમેરિકાને નિકાસ કરી શકશે. અમેરિકાના આ નિર્ણયથી ભારતીય નિકાસકારોમાં ફાળ પડી છે.

બાંગ્લાદેશ વિશ્વભરમાં તેના સસ્તા મજૂરો અને ઓછા ઉત્પાદન ખર્ચ માટે જાણીતું છે. હાલમાં બાંગ્લાદેશ વાર્ષિક 9થી 10 અબજ ડૉલરના કપડાં અમેરિકા મોકલે છે, પરંતુ ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટીની છૂટ મળતાં આ આંકડો રોકેટ ગતિએ વધી શકે છે. બીજી તરફ, ભારતનો કુલ ટેક્સટાઇલ નિકાસ આશરે 36-37 અબજ ડૉલર છે, જેમાંથી અમેરિકાનો હિસ્સો 10 અબજ ડૉલર જેટલો છે. જો બાંગ્લાદેશના કપડાં અમેરિકાના બજારમાં સસ્તા દરે વેચાશે, તો ભારતીય નિકાસકારો માટે તેની સામે સ્પર્ધા કરવી અત્યંત મુશ્કેલ બની જશે.

સુરતમાંથી મોટા ભાગનું કાપડ હાલ અમેરિકા જાય છે.ત્યારે સુરતના વેપારીઓ સાથે ટીવીનાઇને આ મુદ્દે વાતચીત કરી.વેપારીઓનું કહેવું છે કે જો અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે શૂન્ય ટેરિફની ડીલ થશે તો સુરતના કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડી શકે છે.

અમેરિકા દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવતી આ ખાસ છૂટછાટ સામે હવે ભારતના વેપારી સંગઠનોએ અવાજ ઉઠાવ્યો છે. ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે અને અન્ય નિષ્ણાતોનું માનવું છે કે જો બાંગ્લાદેશને આ સુવિધા મળતી હોય, તો ભારતને પણ આવી જ છૂટ મળવી જોઈએ.

ભારતીય સંગઠનોનું કહેવું છે કે આ કરારથી અમેરિકામાં રેડીમેડ ગાર્મેન્ટ્સ, કોટન અને હોમ ટેક્સટાઇલના માર્કેટમાં ભારતનો હિસ્સો ઘટી શકે છે. નિકાસકારોએ ભારત સરકારને પત્ર લખીને માંગ કરી છે કે અમેરિકા સાથે થનારી આગામી સમજૂતીઓમાં ભારતને પણ બાંગ્લાદેશ જેવો જ દરજ્જો અને લાભ આપવામાં આવે.

આમ ભારતની અમેરિકા ડીલથી કાપડ ઉદ્યોગમાં ખુશીનો માહોલ હતો..પરંતુ આ ખુશી વધુ સમય સુધી ટકી નથી.હવે જોવાનું એ છે કે ભારત સરકાર અમેરિકા મુદ્દે કાપડ ઉદ્યોગને લઇને શું કોઇ નવી ડીલ કરી શકે છે કે નહીં

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">