AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC Breaking News: બાંગ્લાદેશી ખેલાડીઓ ‘મેન્ટલ કોમા’માં! એક સેકન્ડમાં તોડી નાખ્યું ’27 વર્ષ’નું સપનું, અંદરની વાત બહાર આવી

બાંગ્લાદેશી ટીમ 'ટી20 વર્લ્ડ કપ 2026' કેમ ના રમી, તેને લઈને એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. વાત એમ છે કે, બાંગ્લાદેશી ટીમના કોચે જ અંદરની વાત કહીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે.

ICC T20 WC Breaking News: બાંગ્લાદેશી ખેલાડીઓ 'મેન્ટલ કોમા'માં! એક સેકન્ડમાં તોડી નાખ્યું '27 વર્ષ'નું સપનું, અંદરની વાત બહાર આવી
Image Credit source: Getty/PTI
| Updated on: Feb 21, 2026 | 11:53 AM
Share

ટી20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ રમી રહી નથી. ત્યાંની સરકારે પોતાની ટીમને આ વર્લ્ડ કપમાં રમવાની મંજૂરી આપી નથી. આ નિર્ણય પાછળ એવો તર્ક આપવામાં આવ્યો હતો કે, બાંગ્લાદેશની ટીમને ભારતમાં યોગ્ય સુરક્ષા મળી શકશે નહીં.

આ દરમિયાન, વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ટીમના સિનિયર આસિસ્ટન્ટ કોચ મોહમ્મદ સલાહુદ્દીને પૂર્વ રમતગમત સલાહકાર આસિફ નઝરુલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ખોટા નિર્ણયોએ ખેલાડીઓના સપનાઓને ચૂર-ચૂર કરી દીધા છે.

એક સેકન્ડમાં તોડી નાખ્યું 27 વર્ષનું સપનું

ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના ન રમવાના નિર્ણય અંગે સલાહુદ્દીને કહ્યું કે, યુવા ખેલાડીઓનું આજીવનનું સપનું એક ઝાટકે તોડી નાખવામાં આવ્યું છે. તેમણે ખુલાસો કર્યો કે, બે ખેલાડીઓ તો ‘મેન્ટલ કોમા’ જેવી સ્થિતિમાં જતા રહ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, “જ્યારે કોઈ છોકરો વર્લ્ડ કપ રમવા આવે છે, ત્યારે તે પોતાનું 27 વર્ષનું સપનું લઈને આવે છે. તમે એક સેકન્ડમાં તે સપનું તોડી નાખો છો. જો આ દેશહિતનો નિર્ણય હોય તો ખેલાડીઓ બલિદાન આપશે પરંતુ તેનાથી જે વ્યક્તિગત નુકસાન થઈ રહ્યું છે, તેના વિશે પણ વાત કરવી પડશે.”

આસિફ નઝરુલ પર તીખા પ્રહારો

આ મામલાએ ત્યારે વધુ જોર પકડ્યું, જ્યારે આસિફ નઝરુલના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો. પહેલા તેમણે કહ્યું હતું કે, ભારતમાં મેચ ન રમવાનો નિર્ણય સરકારનો છે. બાદમાં તેમણે દાવો કર્યો કે, આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ખેલાડીઓ સાથે મળીને લેવામાં આવ્યો હતો, જેથી ‘રાષ્ટ્રીય ગરિમા’ જળવાઈ રહે.

આ બાબતે સલાહુદ્દીને વળતો પ્રહાર કરતા કહ્યું કે, નઝરુલે જાહેરમાં જૂઠું બોલ્યું છે. તેમણે દાવો કર્યો કે, વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાનો નિર્ણય સરકાર દ્વારા લાદવામાં આવ્યો હતો અને તેમાં ખેલાડીઓ કે કોચની કોઈ ભૂમિકા નહોતી.

ખેલાડીઓને ભાગ ન લેવા માટે મજબૂર કરાયા

મોહમ્મદ સલાહુદ્દીને વધુમાં જણાવ્યું હતું કે, સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને ટી20 વર્લ્ડ કપમાં ભાગ ન લેવા માટે મજબૂર કરી હતી. ખેલાડીઓ ન રમી શકવાને કારણે અત્યંત નિરાશ હતા અને તેમાંથી બે ખેલાડીઓ ગંભીર રીતે બીમાર પણ પડ્યા હતા.

બાંગ્લાદેશી કોચે આક્ષેપ કર્યો હતો કે, હવે આસિફ નઝરુલ બધો દોષ ક્રિકેટરો અને કોચ પર ઢોળી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં તેમણે જ ટીમને ન રમવા માટે મજબૂર કરી હતી.

T20 WC Breaking : હાર્દિક પંડ્યાના શોટથી સ્ટાર ભારતીય ખેલાડી ઘાયલ, સુપર 8 મેચ પહેલા ટીમ ઈન્ડિયાની વધી ચિંતા

Follow Us
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
"મને જીવતા જીવ જ મારી નખાયો"-મતદારયાદીમાંથી નામ કમી થતા વૃદ્ધની વેદના
અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન
અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન
જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું
જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું
ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, જુઓ-Video
ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, જુઓ-Video
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">