રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ચકાસણી દરમિયાન પાણીના 53 એકમો સીલ કરી દીધા છે અને પાણીના કેન/કેરબા બનાવતા કુલ 53 પ્લાન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સત્તાધીશોએ પાણીના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે અને તત્કાલ અસરથી પાણી વિતરણ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત એકમો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
12 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરીમાં મહિલાઓને અપાશે અનામતનો લાભ
આજે 12 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 12 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમરેલી શહેરમાં જેસીંગપરામાં પાર્ક કરેલી CNG વાનમાં બ્લાસ્ટ, 3 દાઝ્યો
અમરેલી શહેરમાં જેસીંગપરામાં પાર્ક કરેલી CNG વાનમાં બ્લાસ્ટ થયો છે. રહેણાંક મકાનમાં પાર્ક કરેલી CNG કાર વાનમા અચાનક બ્લાસટ થતા દોડધામ મચી જવા પામી હતી. ત્રણ લોકો બાજુમાં હોવાથી દાજ્યા હતા. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અમરેલી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. થોડીવાર માટે ભારે દોડધામ મચતા મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે પોલીસ દ્વારા વિસ્તારને કોર્ડન કર્યો હતો.
-
સુરતના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ આપ્યું રાજીનામુ
સુરતના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ આપ્યું રાજીનામુ. એકા એક ડેપ્યુટી કમિશનર પદેથી રાજીનામું આપતા કોર્પોરેશનમાં અનેક તર્કવિતર્કો. રાજીનામામાં તેમણે પારિવારિક કારણોસર નિર્ણય લીધો હોવાનું જણાવ્યું. સ્વાતિ દેસાઈની નિમણૂક ડેપ્યુટી કમિશનર તરીકે ચેપ્ટર પ્રોવિઝર અંતર્ગત કરવામાં આવી હતી. અગાઉ પણ ડે હેલ્થ કમિશનર દ્વારા રાજીનામુ આપ્યું હતું.
-
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરીમાં મહિલાઓને અપાશે અનામતનો લાભ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો મહિલાઓ માટે મહત્વનો નિર્ણય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ વખત મહિલાઓને નોકરીમાં મળશે અનામતનો લાભ. કોર્પોરેશનમાં નોકરી કરવા માટે મળશે અનામતનો લાભ. મહિલા માટે અપાઈ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી. મ્યુનિસિપલ કમિશનરે પોતાના ડ્રાફ્ટ બજેટમાં કરી હતી જાહેરાત. સ્ટેન્ડિંગ કમિટીમાં અપાઈ મંજૂરીની મહોર.
-
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી લડશે કોંગ્રેસ
વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષની ઉમેદવારી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવાની રહી છે પરંપરા. 2022 વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે વિધાનસભા ઉપાધ્યક્ષનું પદ પોતાની પાસે જ રાખ્યું હતું. થોડા દિવસ પૂર્વે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ઉપાધ્યક્ષનું પદ આપવા પત્ર લખી માંગ પણ કરી હતી.
-
ખારીકટ કેનાલના વિકાસનો પહેલો તબક્કો પૂર્ણતાના આરે, 10 કિમીનું કામ પૂર્ણ, AMCની ચૂંટણીને ધ્યાને લઈને રોડ શો યોજાશે
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખરીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. 10 કિમીની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ હતું. આગામી દિવસોમાં ખારી કટ કેનાલ ખાતે કરવામાં આવશે ભવ્ય રોડ શો. મુખ્યમંત્રી રોડ શોમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને લઈને ચૂંટણી આવે તે પહેલા રોડ શો કરી મતદારોને આકર્ષવા કરવામાં આવશે પ્રયાસ.
-
-
સુરત શહેર આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી તુલસી લાલેયા સહીત ત્રણ સામે નોંધાયો ગુનો
સુરત શહેર આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી તુલસી લાલેયા સહીત ત્રણ સામે નોંધાયો ગુનો. ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. ફરિયાદી ગુલામ કાદર ઉર્ફ કાદર શેખે નોંધાવી ફરિયાદ. સુરત શહેર આમ આદમી પાર્ટીના મહામંત્રીએ અન્ય બે લોકો સાથે મળી ફરિયાદી પાસે દસ લાખ આપો નહીવતો બળાત્કારના કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપી હોવાની કરાઈ છે ફરિયાદ. આરોપીઓએ ફરિયાદીના પુત્ર પાસેથી એક લાખ પડાવી લીધા હતા. આરોપીએ સમાજમાં ફરિયાદીનું નામ ખરાબ થાય, પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું લખાણ કરી ખોટો વીડિયો બનાવ્યો હતો. ઓલપાડ પોલીસે આરોપી સામે 308(7), 336(4), 340(2), 356(2)(3), 61 મુજબ ગુનો નોંધ્યો છે. ઓલપાડ પોલીસ સ્ટેશન બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો ભેગા થઇ ગયા હતા. પોલીસે આપ મહામંત્રી તુલસી લાલયા અને કલ્પેશ પટેલને ઓલપાડ કોર્ટમાં રજૂ કર્યા હતા.
-
સુરતમાં ત્રીજા માળેથી પડ્યું બે વર્ષનું બાળક, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
સુરતના પાંડેસરામાં ત્રીજા માળેથી પડેલા બે વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. ત્રીજા માળેથી બાળક નીચે પટકાયું હતું. બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયું. 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયુ. બાળકની હાલત હાલ સુધારા પર છે. બાળકને ગંભીર ઇજાઓ થતા દાખલ કરાયું છે. પાંડેસરાના વડોદ ગામની ઘટના છે. બિલ્ડિંગમાં ત્રીજા માળેથી પટકાતા બાળક ઇજાગ્રસ્ત થયું છે. પરિવાર તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યું.
-
ગુજરાતમાં નાર્કોટિક્સ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે અલાયદી કચેરીનો અમદાવાદમાં પ્રારંભ
ગુજરાતમાં નાર્કોટિક્સ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે અલાયદી કચેરીનો અમદાવાદમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ડ્રગ્સના દૂષણને દૂર કરવા CID ક્રાઈમમાં આવતા રાજ્યમાં કુલ 6 ઝોન બનાવવામાં આવ્યા છે. ઇન્ચાર્જ ડીજીપી ડો.કે.એલ.એન.રાવ હસ્તે અમદાવાદ મીઠાખળી ખાતે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ કચેરી ખુલ્લી મુકાઈ છે. રાજકોટ, બરોડા બાદ અમદાવાદમાં એન્ટી નાર્કોટિક્સ ફોર્સ કચેરી શરૂ કરાઈ છે. એન્ટી નાર્કોટિક્સ ફોર્સમાં 213 પોલીસ કર્મી , અધિકારીઓની ફાળવણી રહેશે. વર્ષ 2025 મા રાજ્યમા 1058 ગુના નોધાયા હતા. 2248 કરોડની કિમંતનુ 20,995 કિલો ડ્રગ્સ પકડાયુ હતું. ANTF માત્ર નશાનુ દુષણ નાથવા માટે કાર્યવાહી કરશે. નાર્કોટિક્સ હેલ્પલાઈન શરૂ કરવામા આવી છે. 1908 નંબર અને 9904001908 વોટ્સેપ નંબર જાહેર કરવામા આવ્યો છે. આ હેલ્પ લાઇન નંબર પર કોઈ પણ ડ્રગ્સ વિરુદ્ધ માહિતી આપી શકશે.
-
અમદાવાદના વસ્ત્રાપુરમાં શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, આગ-ધૂમાડાથી બચાવવા 100 લોકોને ધાબા પર મોકલી દેવાયા
અમદાવાદના વસ્ત્રાપુરમાં શિવાલીક હાઇટ્સમાં લાગી આગ. ચોથા માળે આવેલ ઓફીસમાં આગ લાગી હતી. બિલ્ડીંગના તમામ લોકોને ધાબે ખસેડવામાં આવ્યા હતા. શિવાલીક હાઇટ્સ બિલ્ડીંગ કાચનું હોવાના કારણે ધુમાડો બહાર ના નીકળી શક્યો. ધાબા પર ચડેલા 100 થી વધુ લોકોનું ઇવેકયુશન કરવામાં આવ્યું હતું. આગને કારણે એકાએક ફેલાયેલા ધુમાડાના કારણે ગૂંગળામણ થવાની સમસ્યા પણ સામે આવી હતી. આગ ઉપર સંપૂર્ણ કાબુ કરી લેવામાં આવ્યો છે.
-
ગુજરાતમાં સવારે ઠંડી, બપોરના ગરમીનો થશે અનુભવ, 7 દિવસ બેવડી ઋતુ રહેવાની કરાઈ આગાહી
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 7 દિવસ સુધી બેવડી ઋતુ રહેવાની સંભાવના છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. ગુજરાતમાં જ્યાં સૌથી વધુ ઠંડી પડે છે તે નલિયામાં ઠંડીનો પારો 16 થી 17 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સવારે પવન રહેતા ઠંડીનો થશે અહેસાસ.
-
તાલાલામાં મહિલા કોર્પોરેટના પુત્ર પર છરી વડે હુમલો
ગીર સોમનાથના તાલાલામાં મહિલા કોર્પોરેટના પુત્ર પર છરી વડે હુમલો કરાયો છે. ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. વોર્ડ 6 ના મહિલા કોર્પોરેટર શાંતાબેન સોંદરવાના પુત્ર વિજય સોંદરવા પર હુમલો કરાયો છે. ઇજાગ્રસ્ત હાલત માં વિજય સોનદરવાને હોસ્પિટલ લઈ જવાયો હતો. આ ઘટના તાલાલાના આંબેડકર નગરમાં બની હતી. ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
-
અરવલ્લી:મેઘરજના લાલપુર કુણોલથી ગાંજો ઝડપાયો
અરવલ્લીમાં મેઘરજના લાલપુર કુણોલ વિસ્તારમાં SOG દ્વારા ગાંજાની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સરકારી જમીનમાં વાવેતર કરેલા 83 ગાંજાના છોડ ઝડપાયા હતા, જે તુવેર અને ઘઉંના વાવેતરની આડમાં છુપાવવામાં આવ્યા હતા. મામલામાં 8.7 કિલોગ્રામ ગાંજાનો સહિત ₹4.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજુ નાથબાવા નામના આરોપીને પોલીસે અટકાયત કરી છે. વિગતો મુજબ આરોપી ઝૂંપડું તેમજ આશ્રમ બનાવી સેવક તરીકે રહેતો હતો.
-
રાજકોટ: પાણીજન્ય રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં
-
સુરત: શહેરમાં ફરી એક વાર અશાંતધારા નો મુદ્દો ઉઠ્યો
સુરત શહેરમાં ફરી એકવાર અશાંતધારા (Disturbed Areas Act)નો મુદ્દો ગરમાયો છે. નવાપુરા વિસ્તારમાં અશાંતધારા સંબંધિત રજુઆત કરવા ધારાસભ્ય અરવિંદભાઈ રાણા પહોંચ્યા હતા, જ્યાં રાણા સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન MLAએ આક્ષેપ કર્યો કે અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી અને કલેક્ટર પ્રાંત વિભાગમાં ગેરરીતિ ચાલી રહી છે. નાનપુરા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલ્કતો ખરીદી કરવામાં આવી રહી હોવાના આરોપ સાથે કલેક્ટર કચેરીના અધિકારીઓ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા. ધારાસભ્ય અરવિંદ રાણાએ ચેતવણી આપી કે જો યોગ્ય અને ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે આંદોલન કરવામાં આવશે.
-
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની 16 ફ્રેબ્રુઆરીએ ચૂંટણી
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની 16 ફ્રેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધીમાં દરખાસ્ત રજૂ થશે. વિધાનસભાના નિયમ-11 અને 10(2) હેઠળ ચૂંટણી પ્રક્રિયા થશે. એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે. વિધાનસભાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. કોઈ પણ સભ્ય પોતાના નામની દરખાસ્ત કરી શકે નહીં.
-
સુરત: માથાભારે ચિરાગ ગોટી સામે વધુ એક ગુનો દાખલ
સુરતમાં માથાભારે ચિરાગ ગોટી સામે વધુ એક ગુનો નોંધાયો છે. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી અને તેની ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ભોગ બનનાર પાસેથી ખંડણી વસૂલ્યાનો આરોપ છે. જમીન દલાલને ઢોર માર મારતો ચિરાગ ગોટીનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ ધંધો કરવાના નામે ₹50 હજાર લૂંટી લીધા હતા અને દર મહિને ₹2 લાખની ખંડણી માગી જમીન દલાલને માર માર્યો હતો. આ મામલે ગોટી પરિવાર, યુવરાજ જાધવ સહિત કુલ 7 લોકો સામે FIR નોંધાઈ છે. પોલીસ તપાસ આગળ વધતા ચિરાગ ગોટી વિરુદ્ધ આગામી દિવસોમાં વધુ ગુનાઓ દાખલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
અમદાવાદઃ પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોનો હલ્લાબોલ
અમદાવાદઃ પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોએ હલ્લાબોલ કર્યો. સીટીએમ ઓફિસે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યા. ગટરના પ્રશ્નોને લઈને પણ વિરોધ કરી રહ્યા છે.
-
સુરત: આપ પાર્ટીના બે કાર્યકર્તાઓને કરાયા સસ્પેન્ડ
સુરત: આપ પાર્ટીના બે કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા. આગામી ચૂંટણી પહેલા સસ્પેન્ડ કરાતા રાજકારણ ગરમાયું. સસ્પેન્ડ થયેલા કાર્યકર્તાઓએ નિર્ણયને અમાન્ય ગણાવ્યો. કાર્યકર્તા કેતન સુરતીએ સસ્પેન્શન માટેના પુરાવા માંગ્યા. કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.
-
નવા શ્રમ કાયદાઓને લઈને રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ
નવા શ્રમ કાયદાઓને લઈને રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ થઇ રહ્યો છે. સરકારી કર્મચારીઓ નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. સુરત શહેરમાં પણ સરકારી કર્મચારીઓએ વિરોધ કર્યો. ટ્રેડ યુનિયન આગેવાનોએ કલેક્ટર કચેરીએ દેખાવો કર્યા.
-
સુરત: હજીરા વિસ્તારમાં ખાનગી કંપનીના કર્મીનું કરંટ લાગતા થયું મોત
સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતાં 22 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા દુર્ભાગ્યપૂર્ણ મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ યુવક 30થી 40 ફૂટની ઊંચાઈએ સેફ્ટી સાધનોના પૂરતા અભાવમાં કામ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. મૃતકના પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે પાવર સપ્લાય બંધ કર્યા વગર જ તેને કામ સોંપવામાં આવ્યું હતું. સાથે જ કંપનીના અધિકારીઓએ પોતાની જવાબદારીથી હાથ ખંખેર્યા હોવાનો પણ પરિવારનો દાવો છે. પરિવારે કંપની અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
-
ભરૂચઃ સ્પા સંચાલકનો વાગરા નજીકથી મળ્યો મૃતદેહ
ભરૂચ જિલ્લામાં સ્પા સંચાલક કૃણાલ પટેલનો મૃતદેહ વાગરા નજીકથી મળતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. યુવકનો મૃતદેહ હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવતા ગળે ટુંપો આપી હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ હત્યા કર્યા બાદ મૃતદેહને અન્ય સ્થળેથી અહીં લાવી ફેંકી દેવાયો હોવાની શક્યતા છે. કૃણાલના ગુમ થવા અંગે અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાલ વાગરા પોલીસે ગુનો નોંધાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદઃ વટવાના ચાર માળિયામાં હત્યાનો બનાવ
અમદાવાદઃ વટવાના ચાર માળિયામાં હત્યાનો બનાવ બન્યો છે. યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી. યુવક પોતાના ઘરે હતો ત્યારે જ હત્યા થઈ.
-
અમેરિકામાં ટ્રમ્પના શાસનના એક વર્ષની અંદર જ મંદીના ભણકારા
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે અપનાવેલી આર્થિક નીતિઓના કારણે અમેરિકન અર્થતંત્રમાં તેમના શાસનના એક વર્ષની અંદર જ મંદીના ભણકારા વાગવા લાગ્યા છે. રોજગાર વૃદ્ધિ દર 2020ના કોવિડના સમયગાળાને બાદ કરતાં 13 વર્ષના તળિયે, એટલે કે 3.3 ટકાએ પહોંચી ગયો છે.. જ્યારે બેરોજગારીનો દર પણ 4.4 ટકાના ઊંચા સ્તરે પહોંચ્યો છે.
-
વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે બેઠક
વ્હાઇટ હાઉસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ઇરાન સહિત મિડલ ઇસ્ટની વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નેતન્યાહુએ ઇઝરાયલની સુરક્ષા જરૂરિયાતો પર ખાસ ભાર મૂક્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથે ચર્ચા યથાવત રહેશે, પરંતુ જો ડીલ પ્રાથમિકતા નહીં બને તો પરિણામો ભોગવવા પડશે તેવી ચેતવણી પણ આપી હતી.
-
અમરેલી: લીલિયામાં નીલ ગાયને હડકવા ઊપડ્યો
-
ટ્રેડ યુનિયન દ્વારા આજે ભારત બંધનું એલાન
ટ્રેડ યુનિયનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં આ બંધ બોલાવવામાં આવ્યો છે. આ બંધને કિસાન સંગઠનો સહિત 10 કેન્દ્રીય યુનિયનોએ સમર્થન આપ્યું છે. બંધના કારણે બેંકિંગ અને ટ્રાન્સપોર્ટ સેવાઓ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન પર પણ પ્રભાવ પડી શકે છે.
-
બાંગ્લાદેશમાં આજે ચૂંટણી
બાંગ્લાદેશમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન સવારે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ મતગણતરી શરૂ થશે.
-
બાંગ્લાદેશમાં 299 બેઠકો પર મતદાન શરૂ
બાંગ્લાદેશમાં 299 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. શેખ હસીનાની પાર્ટી આ ચૂંટણીમાં ભાગ લઈ રહી નથી.
Published On - Feb 12,2026 7:32 AM
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?