AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh Election Breaking: બાંગ્લાદેશની ચૂંટણીમાં આજે કોણ મારશે બાજી? BNP અને જમાત વચ્ચે કાંટાની ટક્કર

બાંગ્લાદેશમાં આજે સંસદીય ચૂંટણી અને જુલાઈ ચાર્ટર રેફરેન્ડમ માટે મતદાન થઈ રહ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની આવામી લીગ પર પ્રતિબંધ બાદ મુખ્ય મુકાબલો BNP અને જમાત વચ્ચે છે. મતદારો સરકાર સાથે બંધારણીય સુધારાઓ પર પણ મત આપશે. પરિણામ શુક્રવારે જાહેર થશે.

Bangladesh Election Breaking: બાંગ્લાદેશની ચૂંટણીમાં આજે કોણ મારશે બાજી? BNP અને જમાત વચ્ચે કાંટાની ટક્કર
Bangladesh Election 2026 Voting Today BNP vs Jamaat After Awami League BanImage Credit source: Goggle
| Updated on: Feb 12, 2026 | 8:14 AM
Share

બાંગ્લાદેશમાં આજે રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકારના પતન બાદ દેશમાં પ્રથમ વખત સંસદીય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ભારતના સમય અનુસાર મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણી સાથે જ ‘July Charter’ સંબંધિત રેફરેન્ડમ પણ યોજાઈ રહ્યો છે, જેના કારણે મતદારોને બે અલગ-અલગ બેલેટ પેપર પર મતદાન કરવાનું રહેશે.

પરિણામ શુક્રવારે આવે તેવી શક્યતા

સંસદીય ચૂંટણી માટે સફેદ બેલેટ પેપરનો ઉપયોગ થઈ રહ્યો છે, જ્યારે જુલાઈ ચાર્ટર રેફરેન્ડમ માટે રંગીન બેલેટ પેપર આપવામાં આવ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી શરૂ કરવામાં આવશે અને સત્તાવાર પરિણામ શુક્રવારે જાહેર થવાની શક્યતા છે.

બાંગ્લાદેશની સંસદની કુલ 300 બેઠકોમાંથી 299 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ વખતે કુલ 50 માન્ય અને નોંધાયેલ રાજકીય પક્ષો મેદાનમાં છે અને 2,028 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.

પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની આવામી લીગ પર પ્રતિબંધ મૂકાતા આ ચૂંટણીમાં તે પાર્ટી ભાગ લઈ રહી નથી. પરિણામે મુખ્ય મુકાબલો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના નેતા તારિક રહમાન અને જમાત-એ-ઇસ્લામીના અમીર શફીકુર રહમાન વચ્ચે છે. તારિક રહમાન પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના પુત્ર છે અને દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ ચહેરો ગણાય છે. બીજી તરફ જમાત-એ-ઇસ્લામી પરંપરાગત રીતે ધાર્મિક વિચારધારાથી જોડાયેલી પાર્ટી તરીકે ઓળખાય છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દેશના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ અને સૈનિક દળોની તૈનાતી કરવામાં આવી છે. કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ સંભવિત હિંસાની આશંકા વ્યક્ત કરી છે, છતાં વિદેશી નિરીક્ષકોની હાજરીમાં મતદાન પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવાની તૈયારી કરવામાં આવી છે.

આ ચૂંટણી માત્ર નવી સરકાર પસંદ કરવા માટે જ નહીં, પરંતુ દેશના બંધારણીય ભવિષ્યને નક્કી કરવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે સમગ્ર વિશ્વની નજર શુક્રવારે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે.

રેફરેન્ડમથી શું નક્કી થશે?

13મી નેશનલ પાર્લામેન્ટની ચૂંટણી સાથે બાંગ્લાદેશમાં ‘જુલાઈ નેશનલ ચાર્ટર’ અંગે પણ જનમત સંગ્રહ (રેફરેન્ડમ) યોજાઈ રહ્યો છે. ગયા નવેમ્બરમાં મોહમ્મદ યુનુસની આંતરિક (ઇન્ટરિમ) સરકારે જાહેર કરેલા ઓર્ડિનન્સ મુજબ, આ રેફરેન્ડમ એક જ મુખ્ય પ્રશ્ન પર આધારિત છે, પરંતુ તેમાં ચાર મહત્વપૂર્ણ બંધારણીય અને રાજકીય મુદ્દાઓનો સમાવેશ થાય છે. મતદારો “હા” કે “ના”માં જવાબ આપી દેશના ભવિષ્યના રાજકીય માળખા અંગે નિર્ણય કરશે.

કેરટેકર સરકાર અને સંસ્થાકીય સુધારા

જુલાઈ ચાર્ટર અનુસાર, આવનારી ચૂંટણી પહેલા કેરટેકર સરકાર, ચૂંટણી આયોગ (Election Commission) અને અન્ય બંધારણીય સંસ્થાઓ નવી પ્રક્રિયા મુજબ રચવામાં આવશે. હેતુ એ છે કે ચૂંટણી પ્રક્રિયા વધુ નિષ્પક્ષ અને પારદર્શક બને. આ સુધારો ચૂંટણી પ્રણાલીમાં વિશ્વાસ વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

દ્વિસદનિય સંસદ (બાઈકેમેરલ પાર્લામેન્ટ)

હાલ બાંગ્લાદેશમાં એક જ સદનવાળી સંસદ છે, પરંતુ ચાર્ટર મુજબ આગામી સંસદ બે સદનોની રહેશે. નેશનલ ચૂંટણીમાં પાર્ટીઓને મળેલા મતપ્રતિશતના આધારે 100 સભ્યોનું એક અપપર હાઉસ (ઉચ્ચ સદન) બનાવાશે. બંધારણમાં કોઈપણ ફેરફાર કરવા માટે અપપર હાઉસના બહુમતી સભ્યોની મંજૂરી ફરજિયાત રહેશે. આ પ્રસ્તાવનો હેતુ કાનૂની સુધારાઓમાં વધુ સંતુલન અને ચર્ચા સુનિશ્ચિત કરવો છે.

30 રાજકીય સુધારાઓ અમલમાં મૂકવાની ફરજ

આગામી ચૂંટણીમાં જીતનાર પાર્ટી અથવા ગઠબંધનને જુલાઈ નેશનલ ચાર્ટરમાં સહમતિ થયેલા 30 પ્રસ્તાવો અમલમાં મૂકવા પડશે. તેમાં સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવું, ડેપ્યુટી સ્પીકર અને સંસદીય સમિતિઓના અધ્યક્ષપદ માટે વિરોધપક્ષમાંથી પસંદગી કરવી, પ્રધાનમંત્રીના કાર્યકાળને મર્યાદિત કરવો, રાષ્ટ્રપતિની સત્તાઓ વધારવી, મૂળભૂત અધિકારોનો વિસ્તાર કરવો, ન્યાયપાલિકા અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને વધુ સ્વતંત્રતા આપવી જેવા મુદ્દાઓ સામેલ છે.

અન્ય રાજકીય વચનો

જુલાઈ ચાર્ટરમાં દર્શાવાયેલા અન્ય સુધારાઓ રાજકીય પાર્ટીઓ દ્વારા આપેલા વચનો મુજબ તબક્કાવાર અમલમાં મુકવામાં આવશે.

ફાગણમાં દ્વિ-ગ્રહણનો સંયોગ, આ સપ્તાહમાં જ જોવા મળશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ભારત માટે શું રહેશે ખાસ?

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
g clip-path="url(#clip0_868_265)">