ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જવા માટે કયા ગેટથી મળશે પ્રવેશ
અમદાવાદમાં આવતીકાલે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ફાઈનલ મેચ જોવા માટે દેશ-વિદેશથી અનેક લોકોની સાથે સેલિબ્રિટી પણ આવી રહ્યાં છે. તમામ લોકોને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે પ્રવેશને લઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહા મુકાબલો જોવા સ્ટેડિયમમાં સંખ્યાબંધ VVIP સહિત 1 લાખથી વધારે લોકો આવશે.

અમદાવાદમાં આવતીકાલે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ફાઈનલ મેચ જોવા માટે દેશ-વિદેશથી અનેક લોકોની સાથે સેલિબ્રિટી પણ આવી રહ્યાં છે. તમામ લોકોને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે પ્રવેશને લઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભારત-ઓસ્ટ્રેલિયાનો મહા મુકાબલો જોવા સ્ટેડિયમમાં સંખ્યાબંધ VVIP સહિત 1 લાખથી વધારે લોકો આવશે. ભારત અને વિશ્વમાંથી આવતા ક્રિકેટ ચાહકો સરળતાથી સ્ટેડિયમમાં પહોંચી મેચનો નજારો માણી શકે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

અમદાવાદના મોટેરા સ્થિત સ્ટેડિયમમાં પહોંચવા માટે ક્રિકેટ ચાહકોને સરળતા રહેશે. ક્રિકેટ રસિકોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે આસપાસના કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સ્ટેડિયમના ગેટ નંબર 1 અને ગેટ નંબર 2 પરથી સામાન્ય લોકોને એન્ટ્રી મળશે.

આ ઉપરાંત કેટલાક VVIPની અવર-જવર હોવાથી સ્ટેડિયમની આસપાસમાં ટ્રાફિકને લઈ ફૂલપ્રુફ પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના આંગણે મેચ જોવા અનેક મોટી હસ્તીઓ ઉમટી પડશે. જેમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ, સચિન તેંડુલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની, ઈયાન મોર્ગન, રિકી પોન્ટિંગ વગેરે લોકો હાજરી આપશે.