માણસ કરતા પણ શાનદાર જીંદગી જીવી રહ્યા છે આ કબુતરો, ડિઝાઇનર કપડાં, ગાડી અને અલગ બેડરૂમ !

પક્ષી અને પ્રાણીઓના શોખીન તમે ઘણા જોયા હશે, પરંતુ શું તમે પક્ષી અને પ્રાણીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચા થતો જોયો છે. ત્યારે આજે તમને ઇંગ્લેન્ડમાં (England) રહેતી એક યુવતી વિશે જણાવીશું તે જે રીતે કબુતરોને સાચવી રહી છે, તે જાણીને તમને પણ નવાઈ લાગશે.

1/6
ઇંગ્લેન્ડના લિંકનશાયરમાં રહેતી મેગી પક્ષીઓનો ખુબ શોખ છે, તેમાં પણ બે કબૂતરો પ્રત્યે તેને વિશેષ લગાવ છે,આ કબૂતરોના વૈભવી જીવન  માટે તે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે.

2/6
આ બે કબૂતરોના નામ મેગીએ સ્કાય અને મૂઝ  રાખ્યા છે. તેમના માટે મેગી દર મહિને લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ કરે છે, એટલે કે એક વર્ષમાં કબૂતરો પર લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે.

3/6
મેગી જોનસન 23 વર્ષની છે અને તેને પક્ષીઓનો ખૂબ શોખ છે. સ્કાય અને મૂઝ સિવાય, તેણે ઘરમાં ઘણા અન્ય પક્ષીઓ પણ રાખ્યા છે.

4/6
પક્ષીઓની શોખીન મેગીએ આ કબૂતરો માટે 17 સ્ટાઇલિશ ડ્રેસ બનાવ્યા છે.

5/6
ઉપરાંત આ કબૂતરો માટે તેણે એરકન્ડિશન્ડ બેડરૂમની વ્યવસ્થા પણ કરી છે. એટલું જ નહીં, જો તેમને બહાર ફરવા  માટે તેમના માટે બાળકોની જેમ સ્ટ્રોલરની વ્યવસ્થા પણ છે.

6/6
તમને જણાવી દઈએ કે, સ્કાય અને મૂઝ નામના કબૂતર મેગીને રસ્તામાં મળી આવ્યા હતા. મેગીએ જણાવ્યુ હતુ કે, તે કબૂતરોને બાળકોની જેમ પ્રેમ કરે છે. આ કબૂતરોમાંથી એક કબૂતરની આંખ ખરાબ છે, મેગી તેને લઈને ખૂબ જ ચિંતિત છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati