Gujarati News » Photo gallery » Wanted to have a beard look, but the beard is not growing properly, follow these home remedies
બિયર્ડ લુક ઇચ્છો છો ? પરંતુ દાઢી વધતી નથી તો અજમાવો આ નુસખા
બિયર્ડ લુક કોને પસંદ નથી, પરંતુ ઘણી વખત કાળજીના અભાવે દાઢીના વાળની સમસ્યા આવે છે અથવા દાઢીના વાળનો ગ્રોથ ઘટી જાય છે આજે અમે તમને આ માટે કેટલીક ટીપ્સ આપી રહ્યા છીએ
આમળાનું તેલઃ આમળાને વાળનો ગ્રોથ વધારવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દાઢીના વાળમાં આમળાના તેલથી અઠવાડિયામાં ત્રણ વાર લગભગ 20 મિનિટ સુધી માલિશ કરો. થોડા સમય માટે તેલને વાળમાં રહેવા દો અને પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.
1 / 5
તજ અને લીંબુઃ આ બંને દાઢીને જાડી બનાવી શકે છે. એક બાઉલમાં તજ પાવડર લો અને તેમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરો. આ પેસ્ટને દાઢી પર લગાવો અને થોડીવાર પછી સામાન્ય પાણીથી ધોઈ લો.
2 / 5
વાળની સફાઈઃ લોકોને ગ્રોથ વાળી દાઢી જોઈએ છે, પરંતુ તેઓ ચહેરા પરના વાળની સાફ-સફાઇ કરતા નથી. ગંદકીના કારણે વાળ ખરતા રહે છે. દિવસમાં બે વાર ચહેરો ધોવો, આમ કરવાથી વાળ સાફ થશે અને તેમનો ગ્રોથ પણ સારો થશે.
3 / 5
નારિયેળ તેલ અને મીઠો લિમડો : નારિયેળ તેલ અને મીઠો લિમડાનું મિશ્રણ દાઢી વધારવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. નારિયેળના તેલમાં કરી પત્તાને ગરમ કરો અને પછી આ તેલને દાઢી પર લગાવો. તેનાથી વાળનો વિકાસ પણ સુધરશે.
4 / 5
પ્રોટીનઃ વાળના વિકાસ માટે વધુને વધુ પ્રોટીનનું સેવન કરવું જરૂરી છે. આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો, જેમાં પ્રોટીનની માત્રા વધુ હોય. જો તમે ઈચ્છો તો કઠોળને તમારા આહારનો ભાગ બનાવી શકો છો..