રાહુલ દ્રવિડ ભારત સિવાય આ વિદેશી ટીમ માટે પણ રમ્યા હતા ક્રિકેટ, NRIઓએ 45,000 પાઉન્ડનો ખર્ચ આપ્યો હતો

શું તમે જાણો છો કે પૂર્વ ભારતીય કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડ ભારત ઉપરાંત અન્ય દેશની ટીમ માટે પણ ક્રિકેટ રમી ચૂક્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને કેપ્ટન રાહુલ દ્રવિડ ભારત ઉપરાંત અન્ય દેશ સ્કોટલેન્ડ માટે પણ ક્રિકેટ રમી ચૂક્યા છે. વર્ષ 2003માં રાહુલે સ્કોટલેન્ડ ટીમ માટે 12 મેચ રમી હતી.

| Updated on: Dec 04, 2024 | 9:04 PM
2003ના વર્લ્ડ કપ પછી દ્રવિડ સ્કોટલેન્ડ સાલ્ટાયર્સ તરફથી રમ્યા હતા. 2003માં રાહુલ દ્રવિડે સ્કોટલેન્ડ માટે 11 વનડે મેચ અને પાકિસ્તાન સામે એક ટુર મેચ રમી હતી. આ રીતે રાહુલ દ્રવિડે સ્કોટલેન્ડ માટે કુલ 12 મેચ રમી હતી. સ્કોટલેન્ડ માટે રાહુલ દ્રવિડે 12 મેચમાં 66.66ની એવરેજથી 600 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને બે અડધી સદી સામેલ છે. જોકે, આ સમયગાળા દરમિયાન સ્કોટલેન્ડ માત્ર એક જ મેચ જીત્યું હતું.

1 / 5
દ્રવિડે હેમ્પશાયર સામે ડેબ્યુ કર્યું હતું. પ્રથમ મેચમાં આ પૂર્વ ભારતીય બેટ્સમેને 41 બોલમાં 25 રન બનાવ્યા હતા. જો કે આ પછી તેણે પોતાના બેટથી ઘણા રન બનાવ્યા. તેણે સમરસેટ સામે સદી ફટકારી અને પછી નોટિંગહામશાયર સામે પણ 129 રનની અણનમ ઈનિંગ રમી.

2 / 5
તે સમયે સ્કોટિશ ક્રિકેટ યુનિયનના પ્રમુખ ગ્વેન જોન્સે 2003માં ભારતીય ટીમના કોચ જોન રાઈટનો સંપર્ક કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે સચિન તેંડુલકર તેમની ટીમ માટે રમે. રાઈટ તેંડુલકર માટે તૈયાર ન હતા અને તેમને દ્રવિડની ઓફર કરી. આ પછી સ્કોટલેન્ડમાં રહેતા NRIઓએ ચેરિટી ડિનર અને અન્ય કાર્યક્રમો દ્વારા 45,000 પાઉન્ડ એકત્ર કર્યા અને દ્રવિડને રમવાની વ્યવસ્થા કરી.

3 / 5
સ્કોટલેન્ડ ક્રિકેટે તેના ટ્વિટર એકાઉન્ટ પર આ સંબંધિત એક તસવીર પણ શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું, "જ્યારે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ 2003માં સ્કોટલેન્ડ માટે ક્રિકેટ રમ્યા હતા."

4 / 5
વિઝડનના એક રિપોર્ટ અનુસાર, દ્રવિડે 2003માં સ્કોટલેન્ડ સાલ્ટિયર્સ તરફથી રમવા માટે 3 મહિના માટે 45 હજાર પાઉન્ડનો કરાર કર્યો હતો. તે એક NRI દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું, જે વિશેષ કાર્યક્રમો દ્વારા નાણાં એકત્ર કરતો હતો. તે સમયે સ્કોટલેન્ડ સાલ્ટિયર્સને ઈંગ્લેન્ડની નેશનલ લીગમાં 3 વર્ષ માટે બઢતી આપવામાં આવી હતી. આ કરાર હેઠળ દ્રવિડે સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમ માટે 11 વનડે રમી હતી. આ તમામ મેચો વિવિધ કાઉન્ટી ટીમો સામે હતી. (All Photo Credit : ICC / X / INSTAGRAM)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">