AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ગુજ્જુ બેટ્સમેને એક અઠવાડિયાની અંદર બીજી સૌથી ઝડપી સદી ફટકારી મચાવી ધમાલ

જ્યારે ઉર્વીલ પટેલે બીજી સદી ફટકારી ત્યારે તેણે 28 બોલમાં પોતાની સદી ફટકાર્યાને એક અઠવાડિયું પણ પસાર થયું ન હતું. 27 નવેમ્બરના રોજ સદી ફટકાર્યા બાદ, ઉર્વીલે તેની આગામી તોફાની T20 સદી 3 ડિસેમ્બરે ફટકારી હતી. અને તે પણ માત્ર 36 બોલમાં.

| Updated on: Dec 03, 2024 | 7:22 PM
Share
ગુજરાતના 26 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન ઉર્વીલ પટેલે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં એક અઠવાડિયાની અંદર પોતાનો બીજો ધમાકો કર્યો છે. તેણે T20માં વધુ એક ઝડપી સદી ફટકારી છે. ભલે આ સદીની ઝડપ અગાઉની સદી કરતાં થોડી ઓછી હતી, પરંતુ તેનો મતલબ એ નથી કે T20માં સૌથી ઝડપી ભારતીય સદીઓમાં તેની ગણતરી નહીં થાય.

1 / 5
ભારતીય બેટ્સમેનોએ ફટકારેલી સૌથી ઝડપી T20 સદીઓની યાદીમાં ઉર્વીલ પટેલની 36 બોલમાં ફટકારેલી આ સદી ચોથા સ્થાને છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ લિસ્ટનો રાજા પણ ઉર્વીલ છે. આ વખતે ઉત્તરાખંડ સામે રમાયેલી મેચમાં ઉર્વીલ પટેલે સદી ફટકારી હતી.

2 / 5
એક અઠવાડિયાની અંદર ઉર્વીલ પટેલે માત્ર 36 બોલમાં તેની કારકિર્દીની બીજી તોફાની T20 સદી ફટકારી હતી. આ સાથે તેણે યુસુફ પઠાણનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. યુસુફ પઠાણે 2010માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી.

3 / 5
ઉત્તરાખંડ સામે ઉર્વીલની ઈનિંગ 41 બોલની હતી, જેમાં તેણે 280.49ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ દરમિયાન ઉર્વિલે 11 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અણનમ 115 રન બનાવ્યા હતા. ઉર્વિલના આ જોરદાર પ્રદર્શનને કારણે ગુજરાતે ઉત્તરાખંડે આપેલા 20 ઓવરમાં માત્ર 13.1 ઓવરમાં 183 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો અને મેચ 8 વિકેટે જીતી લીધી.

4 / 5
અગાઉ સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં ઉર્વીલ પટેલે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. ત્રિપુરા સામે ફટકારેલી તે સદી T20માં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. તે સદી ફટકારતી વખતે ઉર્વીલે રિષભ પંતનો 32 બોલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આટલું જ નહીં, તે વર્લ્ડ રેકોર્ડ તોડવાથી સહેજ માટે રહી ગયો. સૌથી ઝડપી T20 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે, જેણે સાયપ્રસ સામે 27 બોલમાં આ કારનામું કર્યું હતું. (All Photo Credit : ANI / GCA / ESPN )

5 / 5
Follow Us
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

g clip-path="url(#clip0_868_265)">