PV Sindhu Marriage : બેડમિન્ટન ક્વીન ‘વેંકટ દત્તા સાઈ’ની બનશે દુલ્હન, પતિનું IPL સાથે પણ રહી ચૂક્યું છે કનેક્શન

PV Sindhu husband : છેલ્લા કેટલાક સમયથી બેડમિન્ટન કોર્ટમાં સંધર્ષ કરી રહેલી સ્ટાર શટલર સિંધુના ઘરે શરણાઈ વાગશે. એક દિવસ પહેલા સૈય્યદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી હતી અને હવે લગ્નના બંધનમાં બંધાશે.

| Updated on: Dec 03, 2024 | 11:54 AM
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ પોતની જિંદગીનો એક નવો અધ્યાય શરુ કરવા જઈ રહી છે. 2 વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. સિંધુના પિતાએ 2 ડિસેમ્બરના રોજ દીકરીના લગ્નના ગુડ ન્યુઝ મીડિયા સાથે શેર કર્યા હતા.

1 / 6
ભારતીય સ્ટાર ખેલાડીના લગ્ન હૈદરાબાદમાં એક બિઝનેસમેન એક્ઝિક્યુટિવ સાથે થઈ રહ્યા છે. સિંધુના પિતા પીવી રમન્નાએ જણાવ્યું કે, 22 ડિસેમ્બરના રોજ રાજસ્થાનની લેક સિટી ઉદયપુરમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

2 / 6
 રવિવાર 1લી ડિસેમ્બરે સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતીને તેના ચાહકોને ખુશ કરનાર પીવી સિંધુએ હવે દરેકને ડબલ સેલિબ્રેટ કરવાનો મોકો આપ્યો છે. સિંધુ હૈદરાબાદની એક કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ વેંકટ દત્તા સાથે લગ્ન કરી રહી છે. સિંધુની જેમ વેંકટા પણ હૈદરાબાદનો રહેવાસી છે.

3 / 6
સિંધુનો ભાવિ પતિ વેંકટ દત્તા વિશે વાત કરીએ તો તે પોસિડેક્સ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. વેંકટા માત્ર ટેક્નોલોજી કંપની સાથે જોડાયેલા નથી, પરંતુ આ પહેલા તેઓ વિશ્વની સૌથી પ્રખ્યાત ટી20 લીગ IPL સાથે પણ જોડાયેલા રહી ચૂક્યા છે. વેંકટાએ તેના LinkedIn બાયોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે,

4 / 6
પીવી સિંધુને ભારતની સૌથી સુપ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડીઓમાંની એક ગણવામાં આવે છે, જેણે 2019માં ગોલ્ડ સહિત વિશ્વ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ જીત્યા હતા. આ સિવાય તેણે ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે

5 / 6
 આ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડીએ રિયો 2016 અને ટોક્યો 2020માં ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે ચોથી ભારતીય ખેલાડી છે.ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ તાજેતરમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતીને લાંબા સમય બાદ ટ્રોફીના દુષ્કાળનો અંત લાવી દીધો હતો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">