ઓસ્ટ્રેલિયા છોડીને અન્ય દેશની ટીમનો કેપ્ટન બન્યો આ ખેલાડી, ભાઈના મૃત્યુ બાદ લીધો મોટો નિર્ણય

ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ આ વર્ષે પોતાનો દેશ છોડવાનો નિર્ણય લીધો હતો. આ ખેલાડી હવે અન્ય દેશની ટીમ માટે રમે છે. આ ખેલાડીને હવે તેની નવી ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. આ ખેલાડી પોતાની નવી ટીમ માટે અત્યાર સુધીમાં 5 T20 મેચ રમી ચૂક્યો છે.

| Updated on: Dec 04, 2024 | 7:57 PM
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ હાલમાં ભારત સામે ઘરઆંગણે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ સિરીઝની વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. આ ખેલાડીએ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને તેણે બીજા દેશ માટે રમવાનું નક્કી કર્યું હતું. હવે બીજા દેશની ટીમે પણ આ ખેલાડીને પોતાનો કેપ્ટન બનાવ્યો છે.

1 / 5
અમે વાત કરી રહ્યા છીએ જો બર્ન્સ વિશે, જે ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે અને હવે એક નાના દેશ માટે રમે છે. જો બર્ન્સે આ વર્ષે ઓસ્ટ્રેલિયા છોડીને ઈટાલી માટે રમવાનું નક્કી કર્યું હતું. તે ઈટાલી માટે અત્યાર સુધીમાં 5 T20 મેચ પણ રમી ચૂક્યો છે. હવે ઈટાલી ક્રિકેટ બોર્ડે પણ જો બર્ન્સને T20 ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

2 / 5
ઈટાલી આવતા વર્ષે જૂનમાં T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ભાગ લેશે. તે જોવું રસપ્રદ રહેશે કે બર્ન્સ ઈટાલીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં લઈ જશે કે નહીં. બર્ન્સનો જન્મ બ્રિસબેન, ક્વીન્સલેન્ડમાં થયો હતો અને તેણે પોતાની ક્રિકેટ કારકિર્દી ઓસ્ટ્રેલિયામાં શરૂ કરી હતી, તે 2014 થી 2020 સુધી ઓસ્ટ્રેલિયા તરફથી રમ્યો હતો. પરંતુ આ પછી તે  ઈટાલી ગયો, તેની માતા ઈટાલીની છે.

3 / 5
જો બર્ન્સના ભાઈનું આ વર્ષે ફેબ્રુઆરીમાં અવસાન થયું હતું. તેનો ભાઈ ડોમિનિક ઈટાલી માટે રમતો હતો, તેથી જો બર્ન્સે તેના સ્વર્ગસ્થ ભાઈ ડોમિનિકને શ્રદ્ધાંજલિ આપવા ઈટાલી જવાનું નક્કી કર્યું. તેના ભાઈના મૃત્યુ પછી, જો બર્ન્સે ઈટાલી માટે રમવા ન માત્ર તેના દેશ ઓસ્ટ્રેલિયાને છોડ્યું, પરંતુ તેણે તેનો ક્વીન્સલેન્ડ કરાર પણ તોડ્યો. બર્ન્સ ઓસ્ટ્રેલિયન ડોમેસ્ટિક ક્રિકેટમાં ક્વીન્સલેન્ડ માટે ક્રિકેટ રમ્યો હતો. પરંતુ, જ્યારે તેના 2024-25 સિઝન માટે કારક લંબાવવાનો સમય આવ્યો ત્યારે તેણે ના પાડી દીધી.

4 / 5
જો બર્ન્સે ઓસ્ટ્રેલિયા માટે 23 ટેસ્ટ અને 6 વનડે મેચ રમી હતી. આ દરમિયાન તેણે 8 અડધી સદી અને 4 સદીની મદદથી 1588 રન બનાવ્યા હતા.બર્ન્સે ઈટાલી માટે અત્યાર સુધીમાં 5 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 1 અડધી સદી અને 1 સદીની મદદથી 211 રન બનાવ્યા છે. તેણે ભારત સામે 4 ટેસ્ટ મેચમાં 3 અડધી સદી પણ ફટકારી છે. તેણે વર્ષ 2020માં ભારત સામે તેની છેલ્લી ટેસ્ટ પણ રમી હતી, જે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ હતી. (All Photo Credit : ESPN / Getty)

5 / 5
Follow Us:
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">