Ahmedabad : ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

Ahmedabad : ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2024 | 11:44 AM

અમદાવાદ નજીક બગોદરા વટામણ હાઈવે પર ફરી એક અકસ્માતની ઘટના બની છે. ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અમદાવાદ નજીક બગોદરા વટામણ હાઈવે પર ફરી એક અકસ્માતની ઘટના બની છે. ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બગોદરા તારાપુર ચોકડી પાસે બસચાલકને ઝોંકુ આવતા આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યુ છે.

મળતી માહિતી અનુસાર સુરતથી જૂનાગઢ જતી ખાનગી લકઝરી બસ ટ્રક પાછળ ધડાકાભેર ટકરાઈ જવાથી આ ઘટના બની હતી.અકસ્માતની ઘટના બનતાની સાથે જ સ્થાનિકો મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અકસ્માતમાં કોઈ જાનહાનિનો અહેવાલ પ્રાપ્ત થયો નથી.

ખેડા અકસ્માતમાં 3 લોકોના મોત

બીજી તરફ અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બિલોદરા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે મોત થયા હતા.અકસ્માત સર્જાતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કારનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદી સામેની તરફ ટ્રક સાથે કાર ટકરાઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. 5 વ્યક્તિઓમાંથી એક મહિલા અને 2 પુરુષના ઘટનાસ્થળે મોત થયા છે.

g clip-path="url(#clip0_868_265)">