Rajkot : ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. રાજકોટના ગવરીદડ નજીક ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. SOGએ જગદીશ બિશ્નોઈ નામના શખ્સને 9 કિલો ગાંજા સાથે ઝડપ્યો હતો.

મૂળ રાજસ્થાનનો આરોપી હાલ મોરબીનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ ડિલિવરી કરે તે પહેલા જ SOGની ટીમે ઝડપ્યો છે. શખ્સ ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવા જતો હતો તે દિશા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિંછીયા તાલુકામાંથી ઝડપાયું હતુ ગાંજાનું વાવેતર
બીજી તરફ રાજકોટના વિંછીયા તાલુકાના અજમેરા ગામેથી નશાનું વાવેતર પર્દાફાશ થયો હતો. અજમેરા ગામના ખેતરમાંથી ગ્રામ્ય SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતુ. SOGએ કપાસની આડમાં કરેલ 75 કિલોગ્રામ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતુ. SOG પોલીસે ગાંજાનું વાવેતર કરનાર રાયધન ગાબુ નામના વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Latest Videos