જો તમે એક મહિના સુધી દરરોજ ગાજરનો રસ પીશો તો શરીરમાં શું ફેરફાર આવશે?
04 Dec 2024
Credit Image : Getty Images)
શિયાળામાં લોકો ગાજરનું સલાડ, ખીર અને શાક બનાવે છે. આ શાક સ્વાદની સાથે-સાથે પોષક તત્વોથી પણ ભરપૂર છે.
ગાજર
ગાજરમાં વિટામિન A અને C સારી માત્રામાં હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન B6, ડાયેટરી ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે.
વિટામિન્સથી ભરપૂર
જો તમે તમારી દિનચર્યામાં ગાજરનું સેવન કરવા માગો છો, તો તમે તેનો જ્યુસ બનાવીને પી શકો છો જેના કારણે તમે તમારા સ્વાસ્થ્યમાં ઘણા બદલાવ જોઈ શકો છો.
ગાજરનું જ્યુસ
દરરોજ ગાજરનો રસ પીવાથી ત્વચા સ્વસ્થ બનશે અને ચહેરા પર કુદરતી ચમક જોવા મળશે. કારણ કે તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે.
ચહેરાની ચમક
ગાજરમાં આયર્ન હોય છે, જે રેડ બ્લડ સેલ્સ બનાવવા અને થાક દૂર કરવામાં તેમજ સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.
સ્ટેમિના
જો તમે બીટા-કેરોટીન એટલે કે વિટામીન Aથી ભરપૂર ગાજરનો રસ પીશો તો તેનાથી તમારી આંખો સ્વસ્થ રહેશે. આ સિવાય રોગો સામે લડવાની ક્ષમતા વધશે
આંખોને થશે ફાયદો
ગાજરનો રસ પાચનને સુધારવામાં પણ મદદ કરશે. જેનાથી પેટનું ફૂલવું, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ ઓછી થાય છે.
પાચનમાં સુધારો થશે
ગાજરનો રસ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને હાઈ બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખશે.
હૃદય સ્વસ્થ રહેશે
(Disclaimer : આ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે છે. TV 9 આની કોઈ પુષ્ટી કરતું નથી. કોઈ પણ વસ્તુ અમલમાં મુકતા પહેલા ડોક્ટરોની સલાહ અવશ્ય લો)