માતા-પિતાના થયા છુટાછેડા, બહેન પર બોયફ્રેન્ડની હત્યા કરવાનો આરોપ, આવો છે રોકસ્ટાર અભિનેત્રીનો પરિવાર
ફિલ્મ 'રોકસ્ટાર'માં રણબીર કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરીની બહેનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નરગીસ ફખરીની બહેન પર તેના પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. તો ચાલો આજે આપણે નરગીસ ફખરીના પરિવાર વિશે જાણીએ.

ફિલ્મ 'રોકસ્ટાર'થી ફેમસ બનેલી અભિનેત્રી નરગીસ ફખરીએ કહ્યું છે કે ,તેણે એક્ટિંગ અને બોલિવૂડમાં આવવા વિશે વિચાર્યું ન હતું, પરંતુ અચાનક આવેલા ઈમેઈલથી તેને બોલિવૂડ અને એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી મળી ગઈ.

45 વર્ષની અભિનેત્રી નરગીસ ફખરીના પરિવાર વિશે તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો

નરગીસ ફખરી એક અમેરિકન અભિનેત્રી છે જે મુખ્યત્વે બોલિવુડ ફિલ્મોમાં કામ કરે છે. અમેરિકામાં મોડલ તરીકે કામ કર્યા પછી નરગીસ ફખરી ભારતમાં 2011ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ રોકસ્ટારથી ફેમસ થઈ હતી.

ત્યારબાદ તેમણે પોલિટિકલ થ્રિલર મદ્રાસ કાફે (2013)માં ભૂમિકા ભજવી અને મે તેરા હીરો (2014), સ્પાય (2015) અને હાઉસફુલ 3 (2016)માં અભિનય કર્યો હતો. સ્પાય એ હોલીવુડ પ્રોડક્શન હતું.

ફખરીનો જન્મ 20 ઓક્ટોબર, 1979ના રોજ ક્વીન્સ, ન્યૂયોર્ક સિટીમાં મોહમ્મદ ફખરી અને ભૂતપૂર્વ પોલીસ અધિકારી મેરી ફખરીને ત્યાં થયો હતો. તેના પિતા પાકિસ્તાની છે. એક નાની બહેન આલિયા છે. નરગીસ ફખરી જ્યારે છ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા અને થોડા વર્ષો પછી તેના પિતાનું અવસાન થયું હતું.

ફખરીએ 16 વર્ષની ઉંમરે મોડલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના પછીના વર્ષોમાં તે અમેરિકાઝ નેક્સ્ટ ટોપ મોડલ (2004)માં જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, ઉદય ચોપરાએ વર્ષ 2013માં નરગીસ ફખરીને ડેટ કરવાની શરૂઆત કરી હતી. જો કે પાંચ વર્ષ પછી 2017માં કેટલાક કારણોસર બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતુ.

ફખરીનો જન્મ 20 ઓક્ટોબર, 1979ના રોજ ક્વીન્સ, ન્યૂયોર્ક સિટીમાં મોહમ્મદ ફખરી અને ભૂતપૂર્વ પોલીસ અધિકારી મેરી ફખરીને ત્યાં થયો હતો. તેના પિતા પાકિસ્તાની છે, તેની એક નાની બહેન આલિયા છે. ફખરી જ્યારે છ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા અને થોડા વર્ષો પછી તેના પિતાનું અવસાન થયું હતું.

બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી નરગીસ ફખરીની બહેન આલિયાનું નામ અચાનક જ ચર્ચામાં આવી ગયું છે. તેના પૂર્વ બોયફ્રેન્ડની હત્યાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે

મળતી માહિતી મુજબ, આલિયાએ ન્યૂયોર્કના એક ગેરેજમાં આગ લગાવી દીધી હતી. તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એડવર્ડ જેકબ્સ તેના મિત્ર એટીન સાથે તે ગેરેજમાં હાજર હતો અને તે બંને મૃત્યુ પામ્યા હતા.

પર્સનલ લાઈફ સિવાય જો નરગીસ ફખરીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે આવતા વર્ષે 'હાઉસફુલ 5'માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર જોવા મળશે. તે છેલ્લા 13 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહી છે.
