અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર, જુઓ Video
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડીની અસર યથાવત છે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડા પવનોથી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે.

આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 4-5 ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 8 ડિસેમ્બરના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે.ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે. કેટલાંક ભાગોમાં તાપમાન 8 થી 6 ડિગ્રીએ પહોંચી શકે છે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. 10થી 11 ડિસેમ્બરના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. આ સાથે તાપમાન 11થી 12 ડિગ્રીએ પહોંચી જશે.