શિયાળામાં નારિયેળ પાણી પીશો તો શું ફાયદો થશે? 

03 Dec 2024

Credit Image : Getty Images)

નારિયેળ પાણી એક કુદરતી એનર્જી ડ્રિન્ક છે, જે પોષક તત્વોથી ભરપૂર છે. નાળિયેર પાણી પીવાના અન્ય સ્વાસ્થ્ય લાભો છે.

નારિયેળ પાણી

નારિયેળ પાણીમાં વિટામિન, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે.

પોષક તત્વો

ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ કહે છે કે શિયાળામાં નારિયેળ પાણી પી શકાય છે. જો કે તેને દિવસમાં માત્ર એક જ વાર પીવું જોઈએ.

શિયાળામાં નારિયેળ પાણી

શિયાળામાં રોગોનું જોખમ વધારે હોય છે. નારિયેળ પાણીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

રોગપ્રતિકારક શક્તિ બુસ્ટર

ઠંડા હવામાનમાં ત્વચા ડ્રાઈ થઈ જાય છે. નારિયેળ પાણી ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.

ત્વચા માટે

શિયાળામાં ભારે અને તળેલું ખોરાક ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે. નારિયેળ પાણી હલકું હોય છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પાચનને સ્વસ્થ રાખો

એક્સપર્ટ્સનું પણ કહેવું છે કે, જો શિયાળામાં નારિયેળનું પાણી વધુ પ્રમાણમાં પીવામાં આવે તો તેનાથી શરદી કે ઉધરસ થઈ શકે છે.

વધારે ન પીવો

(Disclaimer : આ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે છે. TV 9 આની કોઈ પુષ્ટી કરતું નથી. કોઈ પણ વસ્તુ અમલમાં મુકતા પહેલા ડોક્ટરોની સલાહ અવશ્ય લો)

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો