Banaskantha : દાંતીવાડાના વાઘરોલ ગામે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે 10 ટીમ બનાવી હાથ ધરી તપાસ, જુઓ Video
બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ગામે એક ડિસેમ્બરે સાંજે યુવતીનું અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ નીઘટનાને લઈને LCB અને SOG સહિત પોલીસની 10 ટીમો તપાસ કરી રહી છે. પોલીસ હાલ વાહનો અને CCTVના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.
મહિલાઓ માટે સુરક્ષીત માનવામાં આવતા ગુજરાતમાં પણ હવે દિવસે દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ગામે એક ડિસેમ્બરે સાંજે યુવતીનું અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ નીઘટનાને લઈને LCB અને SOG સહિત પોલીસની 10 ટીમો તપાસ કરી રહી છે. પોલીસ હાલ વાહનો અને CCTVના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.
નરાધમો યુવતીને પેટ્રોલપંપ મુકી ફરાર
રવિવારે સાંજે દાંતીવાડા પંથકના પોતાના ગામમાં આવેલી ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી યુવતીઓને બે શખ્સોએ પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. ઇકો કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ યુવતીઓ પાસે બીભત્સ માગણીઓ કરી હતી.
બંને યુવતીઓ જીવ બચાવવા દોડતા આરોપીઓએ પીછો કરીને એક યુવતીનું કારમાં અપહરણ કર્યું અને યુવતી પર પાલનપુર તાલુકાના ગઢ નજીક લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ નરાધમો યુવતીને પેટ્રોલપંપ પર મુકીને ફરાર થયા હતા. હાલ આ મામલે આરોપીઓને તાત્કાલિક ઝડપી પડાય અને કડકમાં કડક સજા થાય તે માટે માગ થઇ રહી છે.