Upcoming IPO : આવી રહ્યો છે દેશની આ મોટી ઇલેક્ટ્રિક કંપનીનો IPO, જાણો ક્યારે ખુલશે
દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક કંપનીઓમાંની એક ગણાતી આ કોરિયન કંપની હવે શેરબજારમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. કંપની પોતાનો IPO લોન્ચ કરવા જઈ રહી છે, જેના માટે કંપનીએ SEBIમાં અરજી પણ કરી છે.

દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક કંપનીઓમાંની એક ગણાતી આ કોરિયન કંપની હવે શેરબજારમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. કંપની પોતાનો IPO લોન્ચ કરવા જઈ રહી છે, જેના માટે કંપનીએ SEBIમાં અરજી પણ કરી છે.

આ IPO દેશનો ચોથો સૌથી મોટો IPO હશે. આ એક કોરિયન કંપની છે. આ પહેલા કોરિયન કંપની Huawei એ IPO માર્કેટમાં ધમાલ મચાવી હતી. આ IPO હ્યુન્ડાઈ પછી કોરિયન કંપનીનો બીજો સૌથી મોટો IPO હશે. કંપનીએ લગભગ 15 હજાર રૂપિયા એકત્ર કરવા માટે અરજી કરી છે.

કંપનીએ શુક્રવારે SEBI પાસે IPO સંબંધિત દસ્તાવેજો ફાઇલ કર્યા છે. જો કે, આ IPO બજારમાં ક્યારે આવશે ? તે ક્યારે ખુલશે ? આનો નિર્ણય હવે SEBI કરશે. જોકે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે LGનો IPO આ વર્ષના ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ખુલી શકે છે.

અમે જે કંપનીની વાત કરી રહ્યા છીએ તે LG છે. જો LGનો IPO ખુલશે તો હ્યુન્ડાઇ પછી તે કોરિયન કંપનીનો બીજો સૌથી મોટો IPO હશે. જો આપણે તેને દેશના સૌથી મોટા IPOની દ્રષ્ટિએ જોઈએ તો તે ચોથો સૌથી મોટો IPO હશે. આ IPOનું કદ 15 હજાર કરોડ રૂપિયા હશે.

IPO ઇતિહાસમાં હ્યુન્ડાઇનો IPO સૌથી મોટો હતો. તે 27,870 કરોડનો હતો. બીજા નંબરે 21,000 કરોડ સાથે LIC છે, જે વર્ષ 2022માં આવ્યો હતો અને પેટીએમનો આઈપીઓ ત્રીજા નંબરે છે. બાકીનો ચોથો IPO LGનો હશે જે કદાચ આ મહિનાના અંતમાં ખુલશે.

અહેવાલો અનુસાર, IPOનો 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 50 ટકા સંસ્થાકીય રોકાણકારો માટે હશે. બાકીના 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રહેશે.
