ભગવાન શિવ
ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.હિન્દુ ધર્મમાં એક આખો મહિનો મહાદેવને સમર્પિત છે, શ્રાવણ માસમાં લોકો મહાદેવની પૂજા કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે, સમુદ્ર મંથનમાંથી નિકળેલા ઝેરને ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યું હતું, મહાદેવે સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે.
શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.