Travel Tips : ઈન્ટરનેશનલ ટ્રિપ પર આ 5 જરૂરી ડોક્યુમેન્ટ તમારી સાથે રાખો, મુસાફરીમાં તમને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે
જો તમે ઈન્ટરનેશનલ ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા છો. તો કેટલાક ડોક્યુમેન્ટ છે. જે તમારી સાથે જરુર રાખજો. કારણ કે, આ ડોક્યુમેન્ટ વગર તમારો ટ્રાવેલ પ્લાન બગડી શકે છે. તો ચાલો આપણે વિસ્તારથી જાણીએ કે, તમારા બેગમાં ઈન્ટરનેશલ ટ્રિપ માટે ક્યાં ડોક્યુમેન્ટ જરુરી છે.

જો તમે પહેલી વખત કોઈ ઈન્ટરનેશનલ ટ્રિપ પર જવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમે ખુબ જ ખુશ હશો અને હોટલનું બુકિંગથી લઈ ટુ-ડુ લિસ્ટ પણ બનાવવું જરુરી છે. પરંતુ જો તમે કોઈ બીજા દેશમાં કોઈ પણ મુશ્કેલી વગર ફરવા માંગો છો તો તમારે કેટલાક ડોક્યુમેન્ટ સાથે રાખવા જરુરી છે.

તમને જણાવી દઈએ કે, આ ડોક્યુમેન્ટ વિના, તમે બીજા દેશમાં પણ પ્રવેશી શકતા નથી. ચાલો તેમના વિશે વધુ જાણીએ.

વિદેશ યાત્રા કરતી વખતે તમારો પાસપોર્ટ ખુબ મહત્વનો છે. મોટાભાગના દેશમાં એન્ટ્રી માટે પાસપોર્ટ જરુરી છે. જ્યારે પણ તમે વિદેશ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે, પાસપોર્ટની છેલ્લી તારીખ તમારી મુસાફરીની છેલ્લી તારીખથી ઓછામાં ઓછા 6 મહિના પછીની હોવી જોઈએ.

પાસપોર્ટ પછી બીજું સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ વિઝા છે. વિઝા ચોક્કસ કારણ અને સમયગાળા માટે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. જો કે, ઘણા દેશો ભારતીયો માટે વિઝાની જરૂર નથી રાખતા, અને કેટલાક તો ઓન અરાઈવલ પર વિઝા પણ આપે છે.

જ્યારે પણ તમે ઈન્ટરનેશનલ ટ્રિપ પર જાઓ છો, ત્યારે આઈડેન્ટિફિકેશ ડોક્યુમેન્ટ, એટલે કે, તમારી ઓળખ કરી શકે તેવા ડોક્યુમેન્ટ સાથે રાખો. આ ડોક્યુમેન્ટમાં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ સામેલ છે.

ઉપરાંત, ખોટા ડોક્યુમેન્ટ સાથે રાખવાની ભૂલ ન કરો. જો પકડાઈ જાઓ, તો તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

જો તમે બીજા દેશમાં મુસાફરી કરી રહ્યા છો, તો ટ્રાવેલ ઈન્શ્યોરન્સમાં લેવાનું ભૂલશો નહીં. ટ્રાવેલ ઈન્શ્યોરન્સ અણધાર્યા તબીબી અને મુસાફરી ખર્ચને આવરી લે છે. જો તમારી પાસે પહેલેથી જ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ છે, તો તમે કોઈપણ ચિંતા વિના આરામથી મુસાફરી કરી શકો છો. (photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
