Travel Tips : ગુજરાતમાં શનિ -રવિની રજાઓમાં પત્નીને લઈ રોપવેમાં બેસવાની મજા લો
ટ્રાવેલ અને એન્ડવેન્ચર કરવું કોને ન ગમે. રોપવે રાઈડ્સ અને કેબલ રાઈડ્સની મજા પણ કાંઈ અલગ જ હોય છે.હવે તમારે રોપવે રાઈડ્સ માટે ગુજરાત બહારની જરુર નહી પડે. કારણ કે, આજે આપણે ગુજરાતની બેસ્ટ રોપવે રાઈડ વિશે વાત કરીએ.

જો તમારે પ્રકૃતિને નજીકથી જોવી છે તો પરિવાર સાથે આ સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી લો.ગુજરાતમાં કેટલાક એવા સ્થળો આવેલા છે જે રોપવે એડવેન્ચર માટે બેસ્ટ છે. તો ચાલો ગુજરાતમાં આવેલા રોપવે માટેના બેસ્ટ સ્થળોની વાત કરીએ.

ગિરનાર પર્વત એક મુખ્ય તીર્થસ્થળ છે. ગિરનાર રોપવે ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા સંચાલિત છે. તેનું ઉદ્ઘાટન ૨૪ ઓક્ટોબર 2020ના રોજ કરવામાં આવ્યું હતું.આ રોપવે 2,320 મીટર (7,600 ફૂટ) લાંબો છે. આ સફરમાં 7.43 મિનિટનો સમય લાગે છે.

અંબાજી ગબ્બર પર્વત પર આવેલ ઉડનખટોલા (રોપવે)એ ગબ્બર ટેકરી ઉપર લઈ જતો (રોપવે) છે. અહી દર વર્ષો મોટી સંખ્યામાં પ્રવાસીઓ રોપવેમાં બેસી ગબ્બરના દર્શન કરે છે.ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચઢીને અખંડ જ્યોતના દર્શન કરી શકે છે. હાલમાં ચોમાસાને લઈ ગબ્બર પર્વત વિસ્તારમાં પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ ખીલી ઉઠ્યુ છે.

પાવાગઢ ઉડનખટોલા (રોપ વે)એ પાવાગઢ પર્વત પરનો રોપ વે છે, જે ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલો છે.મુસાફરોને પાવાગઢ પર્વત ઉપર 297 metres (970 ft) ઊંચે પહોંચાડે છે.એક સફર 6 મિનિટ લે છે

ચોમાસામાં પહાડો પર કુદર્તી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. દર વર્ષે આ રોપવેમાં મોટી સંખ્યામાં મુસાફરો રોપવેમાં બેસવાની મજા માણે છે. તમે શનિ-રવિની રજામાં આ સ્થળો પર જઈ રોપવેની મુલાકાત લઈ જઈ શકો છો. (PHOTO: gujarat tourisam)

ગુજરાત સહિત ભારતમાં પણ અનેક જગ્યાએ રોપવેની સુવિધાઓ છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
