Travel Tips : નવરાત્રીની શોપિંગ માટે પત્નીને આ સ્થળ પર લઈ જાવ, શોપિંગથી બેગ હાઉસફુલ થશે જુઓ ફોટો
ભારતના જુદા જુદા ભાગોમાં નવરાત્રી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર મોટા પાયે ઉજવવામાં આવે છે.ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ગરબા રમીને ઉજવવામાં આવે છે. નવરાત્રીની શોપિંગ મહિલાઓ પહેલા જ શરુ કરી દે છે.નવરાત્રીની શોપિંગ માટે બેસ્ટ સ્થળો જોઈ લો.

અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન ગરબા રમનારાઓની ચિંતા વધારે તેવી આગાહી કરી છે. હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ વર્ષે નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે, તેમ છતાં ગરબારસિકો નવરાત્રીની તૈયારી કરવામાં કોઈ કચાશ રાખતા નથી.

નવરાત્રી 9 દિવસનો તહેવાર જે વિશ્વભરના લોકોને આકર્ષે છે, અમદાવાદ જે નવરાત્રીની ખરીદીનું મુખ્ય કેન્દ્ર છે. અમદાવાદ શહેરની શેરીએ શેરીએ ચણિયા ચોળી, ચમકતા આભુષણો અને દાંડિયાની દુકાનો તમને જોવા મળશે.

ગુજરાતના આ સીટી નવરાત્રીની શોપિંગ માટે બેસ્ટ છે, દાંડિયા,ચણિયાચોળીની શોપિંગ માટે લોકો આ અમદાવાદના લો ગાર્ડનની નવરાત્રી દરમિયાન એક વખત જરુર મુલાકાત લે છે.લો ગાર્ડન માર્કેટમાં તમે ચણિયા ચોળી, પર્સ અને જૂતા વગેરે ખરીદી શકો છો.

રતન પોળ અહીં તમે ચણિયા ચોળીની ખરીદી કરી શકો છો. તેમજ જો નવરાત્રી દરમિયાન તમારે લાઈટિંગ માટે કોઈ સામાન લેવો હોય તો ગાંધીરોડ સુંદર વેરાયટીમાં મળી જશે.

સુરતના વિવિધ બજારો જેમ કે શનિવારી માર્કેટ, સહારા દરવાજા ,ચૌટા બજાર અને બોમ્બે માર્કેટમાં ચણિયા ચોળી અને અન્ય વસ્તુઓ સસ્તા ભાવે તમને મળી જશે.

તેમજ તમે નવરાત્રીની શોપિંગ વડદોરા શહેરમાંથી પણ કરી શકો છો. અહી પણ તમને સ્ટાઈલિશ અને સુંદર ચણિયા ચોળી મળી જશે. વડોદરા લોકલ માર્કેટ નવલખીમાં પણ તમને નવરાત્રી માટે સુંદર વસ્તુઓ મળી રહેશે.(photo: gujarat tourisam )
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
