Ruturaj Gaikwad : રાયપુરમાં ઋતુરાજે કર્યો કમાલ, માત્ર આટલા બોલમાં પહેલી ODI સદી ફટકારી
રાયપુરમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારી હતી. આ ઋતુરાજ ગાયકવાડની પહેલી વનડે સદી છે. ઋતુરાજ ગાયકવાડે વિરાટ કોહલી સાથે મળી 195 રનની જોરદાર ભાગીદારી પણ કરી હતી.

ઋતુરાજ ગાયકવાડે આખરે તે જ કર્યું જેની તેના ચાહકો રાહ જોઈ રહ્યા હતા. જમણા હાથના બેટ્સમેન રાયપુર વનડેમાં શાનદાર સદી ફટકારી. આ ગાયકવાડની પહેલી વનડે સદી હતી.

જ્યારે ગાયકવાડ ક્રીઝ પર આવ્યો ત્યારે ટીમ મુશ્કેલીમાં હતી. રોહિત અને જયસ્વાલ આઉટ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ ગાયકવાડે વિરાટ કોહલી સાથે એક નોંધપાત્ર ભાગીદારી બનાવી.

ગાયકવાડ પહેલા જ બોલ પર આઉટ થવાથી બચી ગયો, પરંતુ તે પછી તેણે કેટલાક ઉત્તમ શોટ રમ્યા, માત્ર 52 બોલમાં તેની અડધી સદી પૂર્ણ કરી. ત્યારબાદ આગામી 25 બોલમાં સદી પૂર્ણ કરી. ગાયકવાડે ફક્ત 77 બોલમાં તેની પહેલી વનડે સદી પૂર્ણ કરી.

ગાયકવાડની સદી ખાસ છે કારણ કે તે ટોપ ઓર્ડરનો બેટ્સમેન છે, પરંતુ તેને નંબર 4 પર તક આપવામાં આવી હતી, અને તેનું સ્થાન બદલાયું હોવા છતાં તેણે સદી ફટકારી હતી. ગાયકવાડ 83 બોલમાં 105 રન બનાવીને આઉટ થયો હતો.

ઋતુરાજ ગાયકવાડે માત્ર રન જ નહીં પણ વિરાટ કોહલી સાથે એક શાનદાર ભાગીદારી પણ બનાવી. બંનેએ મળીને 195 રન ઉમેર્યા. (PC: X/BCCI/ICC)
IPLમાં CSKની કપ્તાની કરનાર મહારાષ્ટ્રના સ્ટાર પ્લેયર ઋતુરાજ ગાયકવાડે ટીમ ઈન્ડિયામાં તક મળતા જ શાનદાર સદી ફટકારી. ઋતુરાજ ગાયકવાડ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
