Stock Market : રોકાણકારો માટે સોમવાર રહેશે ખાસ, આ ‘સ્ટોક્સ’ બની શકે છે ચર્ચાનો વિષય
શુક્રવારના દિવસે માર્કેટમાં હલચલ જોવા મળી હતી. આ હલચલ બાદ રોકાણકારો સોમવારના દિવસે કેટલાંક ટોચના શેર્સ પર નજર રાખી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, સોમવારના દિવસે કયા શેર્સ ધમાલ મચાવી શકે છે...

શુક્રવાર 1 ઓગસ્ટના રોજ શેરબજાર બંધ થયા પછી ઘણી કંપનીઓએ મોટા અપડેટ્સ આપ્યા છે. સોમવારે જ્યારે બજાર ખુલશે ત્યારે આ કંપનીઓના શેરમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે.

ટાટા પાવર: કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં (Q1 FY26) કંપનીનો નફો વાર્ષિક ધોરણે (YoY) 6.2 ટકા વધીને રૂ. 1262.3 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1188.6 કરોડ હતો. કંપનીની કુલ આવક 4.6 ટકા વધીને રૂ. 18035 કરોડ થઈ છે, જે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં રૂ. 17,240 કરોડ હતી. શુક્રવારે કંપનીનો શેર 2.01 ટકા ઘટીને રૂ. 389.75 પર બંધ થયો.

ITC: કંપનીએ જણાવ્યું હતું કે, જૂન ક્વાર્ટરમાં તેનો નફો રૂ. 4912 કરોડ હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4917 કરોડ હતો. કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 20.6 ટકા વધીને 19,749 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 16,374 કરોડ રૂપિયા હતી. સિગારેટ વ્યવસાયમાંથી કંપનીની આવક ગયા વર્ષના 7918 કરોડ રૂપિયાથી વધીને 8520 કરોડ રૂપિયા જેટલી થઈ છે. એફએમસીજી (અન્ય)માંથી આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 5491 કરોડ રૂપિયાથી વધીને 5777 કરોડ રૂપિયા થઈ છે. શુક્રવારે કંપનીનો શેર 1.13 ટકા ઘટીને 416.60 રૂપિયા પર બંધ થયો હતો.

જ્યુપિટર લાઈફ: જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 1.4 ટકા ઘટીને 43.8 કરોડ રૂપિયા થયો છે, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 44.5 કરોડ રૂપિયા હતો. જો કે, કંપનીની આવકમાં સારો વધારો જોવા મળ્યો છે. ક્વાર્ટર દરમિયાન કુલ આવક 20 ટકા વધીને 348 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 289 કરોડ રૂપિયા હતી.

ગ્રેફાઇટ ઇન્ડિયા: જૂન ક્વાર્ટરમાં, કંપનીનો નફો વાર્ષિક ધોરણે 43.4 ટકા ઘટીને 134 કરોડ રૂપિયા થયો, જ્યારે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં તે 237 કરોડ રૂપિયા હતો. કંપનીની કુલ આવક પણ ઘટીને 665 કરોડ રૂપિયા થઈ ગઈ, જે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં 728 કરોડ રૂપિયા હતી. ટૂંકમાં 8.7 ટકાનો ઘટાડો નોંધાયો છે.

દિલ્હીવેરી: નાણાકીય વર્ષ 2026 (Q1 FY26) ના પ્રથમ ક્વાર્ટરમાં, કંપનીનો નફો વાર્ષિક ધોરણે 67 ટકા વધીને 91 કરોડ રૂપિયા થયો, જે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં 54 કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન, કંપનીની કુલ આવક 6 ટકા વધીને 2294 કરોડ રૂપિયા થઈ, જે એક વર્ષ પહેલા 2172 કરોડ રૂપિયા હતી. શુક્રવારે કંપનીનો શેર 0.89 ટકાના વધારા સાથે 429.05 રૂપિયા પર બંધ થયો.

MCX: જૂન ક્વાર્ટરમાં નફો ક્વાર્ટર-દર-ક્વાર્ટર ધોરણે 49.9 ટકા વધીને રૂ. 203 કરોડ થયો, જે પાછલા ક્વાર્ટરમાં રૂ. 135.4 કરોડ હતો. કંપનીની આવક 28.2 ટકા વધીને રૂ. 373 કરોડ થઈ, જે અગાઉ રૂ. 291 કરોડ હતી. MCX એ શેરબજારને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે, બોર્ડે રૂ. 10 ની ફેસ વેલ્યુવાળા શેરને રૂ. 2 ના 5 શેરમાં સ્પ્લિટ કરવાનો નિર્ણય લીધો છે.

રેલટેલ: શુક્રવાર 1 ઓગસ્ટના રોજ શેરબજાર બંધ થયા પછી કંપનીએ માહિતી આપી કે, તેને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તરફથી 166.38 કરોડ રૂપિયાનો એડવાન્સ વર્ક ઓર્ડર (AWO) મળ્યો છે. આ ઓર્ડર સર્વિસ બેસ્ડ છે અને 31 જુલાઈ, 2028 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે. કંપનીએ કહ્યું કે, આ કામ BSNL દ્વારા આપવામાં આવેલા એડવાન્સ વર્ક ઓર્ડરની શરતો અનુસાર કરવામાં આવશે.

GR ઇન્ફ્રા: કંપનીએ કહ્યું કે, જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વધીને 244 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 155 કરોડ રૂપિયા હતો. જો કે, કંપનીની આવક 2.1 ટકા ઘટીને 1988 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં 2030 કરોડ રૂપિયા હતી. શુક્રવારે કંપનીનો શેર 0.76 ટકાના ઘટાડા સાથે 1,209 રૂપિયા પર બંધ થયો.

ફેડરલ બેંક: જૂન ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 14.7% ઘટીને રૂ. 861.8 કરોડ થયો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં બેંકે રૂ. 1010 કરોડનો નફો નોંધાવ્યો હતો. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 2% વધીને રૂ. 2,336.8 કરોડ થઈ. ગયા વર્ષે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ રૂ. 2292 કરોડ હતી. શુક્રવારે શેર 3 ટકાથી વધુ ઘટાડા સાથે 196 પર બંધ થયો.

ABB ઇન્ડિયા: કંપનીએ શેરબજારને માહિતી આપી કે, જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 20.7 ટકા ઘટીને રૂ. 351.7 કરોડ થયો, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 443.5 કરોડ હતો. જૂન ક્વાર્ટરમાં, કંપનીએ આવકમાં 12.2 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી અને તે રૂ. 3175.4 કરોડ રહ્યો, જે ગયા વર્ષના આ ક્વાર્ટરમાં રૂ. 2831 કરોડ હતો. શુક્રવારે, ABB ઇન્ડિયા લિમિટેડના શેર 2.29 ટકા ઘટીને રૂ. 5,384 પર બંધ થયા.

M&M: કંપનીએ જાપાનની સુમિટોમો કોર્પોરેશન અને ઇસુઝુ મોટર્સ લિમિટેડ પાસેથી ઇસુઝુ લિમિટેડ (SML) માં 58.96 ટકા હિસ્સો અધિગ્રહણ કર્યો છે. આ સોદો ભારતના કોમર્શિયલ વ્હીકલ (CV) સેગમેન્ટમાં M&M ની પકડ મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. M&M હવે સેબીના ટેકઓવર નિયમો અનુસાર SML ના પબ્લિક શેરધારકો પાસેથી વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવા માટે 'અનિવાર્ય ઓપન ઓફર' શરૂ કરશે.

PC Jeweller: કંપનીએ જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં PC Jeweller Ltd નો નફો 4.5 ટકા વધીને રૂ. 161 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 154 કરોડ હતો. કંપનીની કુલ આવક જૂન ક્વાર્ટરમાં 80.8 ટકા વધીને રૂ. 725 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 401 કરોડ હતી.

શક્તિ પમ્પ્સ: કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 4.5 ટકા વધીને 96.8 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષના Q1 FY 2025 માં 92.6 કરોડ રૂપિયા હતો. ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ આવક 9.7% વધીને 632 કરોડ રૂપિયા થઈ ગઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 568 કરોડ રૂપિયા હતી.

દિલીપ બિલ્ડકોન લિમિટેડ: સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપની દિલીપ બિલ્ડકોને મોટો કોન્ટ્રાક્ટ મેળવવાની માહિતી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, ગુરુગ્રામ મેટ્રો રેલ દ્વારા જારી કરાયેલા રેલ્વે બાંધકામ પ્રોજેક્ટ માટે આરબીએલ બેંક સાથેના તેના જોઇન્ટ વેન્ચરે સૌથી ઓછી બોલી આપીને ટેન્ડર જીત્યું છે. આ સમાચારની અસર સોમવારે શેર પર જોઈ શકાય છે. શુક્રવારે શેર લગભગ 5 ટકા ઘટીને 458 રૂપિયા પર બંધ થયો હતો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
